ફરિયાદ:પાટણમાં પિતાએ કરેલ ફરિયાદની અદાવત રાખીને શખ્સે સગીરાની છેડતી કરી માર માર્યો

પાટણ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • સગીરાની છેડતી કરતા વચ્ચે છોડવવા પડેલા દાદાને લોખંડની પાઇપ વડે માર માર્યો
  • ઇજાગ્રસ્ત સગીરાએ પાટણ બી ડીવીઝન પોલીસ મથકે 7 શખ્સો સામે ફરિયાદ નોંધાવી

પાટણ શહેરનાં કોલેજ રોડથી પીટીસી કોલેજ જવાને રસ્તે આવેલા રોહિત નગરમાં આજે સવારે એક સગીરાની આબરૂ લેવાનાં ઇરાદે જાતિય હુમલો કરતાં મારામારી થતાં કિશોરીને માર માર્યો હતો. તેવો આક્ષેપ કરતી ફરુયાદ કિશોરીએ બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં નોંધાવી હતી. કિશોરીને પાટણની ધારપુર હોસ્પિટલ ખસેડાઇ હતી.

પાટણનાં રોહિત નગરમાં રહેતી કિશોરી બિસ્કીટ લેવા જતી હતી, ત્યારે તેનાં ઘરની સામે રહેતા શખ્સે તેને રસ્તામાં ઉભી રાખીને કહેલુ કે, તારા પિતાએ મારા પર ફરુયાદ આપી મને જેલમાં પૂરાવ્યો હતો. જેથી હું તેનો બદલો તારી સાથે લઈશ. તેમ કહીને શખ્સે કિશોરીની જાતિય છેડતી કરતાં તેણે બુમો પાડતા તેનાં દાદાએ આવીને છોડાવતાં શખ્સે લોખંડની પાઇપથી તેનાં દાદાને પગમાં મારી હતી, અને શખ્સના ઘરમાંથી તેની માતા, તેનાં પિતા, તેની ચાર બેહેનો વિગેરે છ જણા દોડી આવીને કિશોરીને માર મારતાં તેની માતા, કાકી, દોડી આવ્યા હતા.

શખ્સે તેને ધમકી આપી હતી કે, હું તને છોડવાનો નથી હું તને લઇ જઇશ. કોઇએ 108ને જાણ કરતાં કિશોરીને તથા તેનાં દાદાને સારવાર માટે લઈ ગયા હતા. આ બનાવ અંગે બી ડિવિઝન પોલીસે કિશોરીની ફરીયાદ આધારે આઇપીસી 354/ 325/323/294(ખ) મુજબ 7 લોકો સામે ગુનો નોંધ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...