લારી સંચાલક પર હુમલો:પાટણમાં લારી સંચાલકે ભેળના પૈસા માંગતા ગ્રાહકે ઉશ્કેરાઇ છરીથી હુમલો કર્યો

પાટણ23 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • લારી સંચાલકને ઈજા પહોંચતા હોસ્પિટલ ખસેડાયો

પાટણ શહેરનાં સિદ્ધપુર ચાર રસ્તે ચાઇનીઝ ખાણીપીણીની લારી ઉપર ભેળનું પાર્સલ બંધાવીને લારીવાળાને પૈસા નહી આપી ઉશ્કેરાઇ જઇને છરીથી લારી સંચાલક પર હુમલો કર્યો હતો. જેથી લારી સંચાલકને ઈજાઓ પહોંચતા ચાર ટાંકા આવ્યા હતાં. પોલીસ ફરિયાદ નોંધાતા તપાસ હાથ ધરાઈ છે.
​​​​​​​પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી
આ અંગે લારીવાળાએ બી ડીવીઝન પોલીસ મથકે નોંધાયેલી ફરીયાદ પ્રમાણેની વિગતો જોઈએ તો, પાટણ- સિદ્ધપુર રોડ ઉપર વ્રજધામ સોસાયટીમાં રહેતા અને મૂળ સાસણ તા. પાલનપુરનાં વતની નવઘણજી ઠાકોર સિદ્ધપુર ચાર રસ્તે ખાણીપીણીની લારી ચલાવે છે. ત્યારે બુધવારની સાંજે 8 વાગે આવેલા એક વ્યકિતએ ચાઇનીઝ ભેળનું પાર્સલનો ઓર્ડર આપ્યા બાદ તેને પાર્સલ આપતાં નવઘણજીએ તેનાં પૈસા માંગ્યા હતા. ત્યારે એ વ્યક્તિએ તેમને કહેલ કે, ‘તું મારી પાસે પૈસા કેમ માંગે છે મારે પૈસા નથી આપવા.” તેમ કહેતાં નવઘણજીએ કહેલ કે, ‘હું તમને આપેલી ભેળનાં પૈસા માંગુ છું. મેં ક્યાં ખોટા પૈસા માંગ્યા છે?’ એમ કહેતાં એ વ્યક્તિએ ગાળો બોલીને છરીથી કપાળમાં મારતાં તેણે છરી હાથમાં પકડતાં હથેળીમાં પણ ઇજા થઇ હતી. આ વચ્ચે અન્યો લોકોએ છોડાવયા હતા. તેમજ ઇજાગ્રસ્ત નવઘણજી સારવાર માટે ખસેડવામાં આવ્યાં હતા. જ્યાં તેમને ટાંકા આવ્યા હતા. આ બનાવ અંગે તેમણે ફરીયાદ નોંધાવતાં પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...