ફરિયાદ:પાટણમાં પિતાને લૂડો રમાડતાં મિત્ર પર તલવારથી હુમલો

પાટણ21 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર

પાટણ શહેરમાં પિતા લૂડો ગેમ રમતા હોય તેમના પુત્રને પસંદ નહોતું જેથી લૂડો ગેમ રમાડનાર મિત્ર પર તલવાર વડે હુમલો કર્યો હતો આ અંગે ઈજાગ્રસ્તએ પાટણ ડિવિઝન પોલીસ મથકે યુવાન સામે ફરિયાદ નોંધાવી હતી. પાટણ શહેરમાં જુની કાળકા રોટરીનગરમાં રહેતા મુકેશજી કાનજી ઠાકોર તેમજ ભોપાજી ઠાકોર રવિવારે રાત્રે લૂડો ગેમ રમતા હતા.

આ બાબતે ઠાકોર ભોપાજીના દીકરા સંજયભાઈએ આવીને તું કેમ મારા પિતાને લૂડો ગેમ રમાડે છે તેમ કહીંને તલવાર લઈને આવી હુમલો કર્યો હતો. જેમાં ઠાકોર મુકેશજીના ડાબા હાથે અંગૂઠા અને આંગળીઓના ભાગે તલવારથી ઇજાઓ પહોંચી હતી અને તલવારથી કાપી નાખવાની ધમકીઓ ઉચ્ચારી હોવાની ઇજાગ્રસ્ત મુકેશજી ઠાકોરે પાટણ ડિવિઝન પોલીસ મથકે ઠાકોર સંજયજી ભોપાજી સામે ફરિયાદ નોંધાવી હતી.

અન્ય સમાચારો પણ છે...