દારૂ બદીને ડામી દેવાની વાતો પોકળ:પાટણમાં દારૂના નશામાં ધૂત બનેલા કાર ચાલકે બે રાહદારીઓને હડફેટે લઈ કાર ઈલેક્ટ્રીક ડીપી સાથે અથડાવી

પાટણ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • અવાર નવાર કેટલાક દારૂડિયા તત્વો નશાની હાલતમાં શહેરના જોવા મળે છે

એક તરફ પાટણ શહેર સહિત સમગ્ર જિલ્લામાં દારૂબંધીનો કડકપણે અમલ કરવા જિલ્લા પોલીસ વડા દ્વારા પ્રયાસો હાથ ધરવામાં આવ્યા છે. છતાં કેટલાક દેશી-વિદેશી દારૂના વ્યવસાય સાથે સંકળાયેલા બુટલેગરો પોતાનાં દારૂના વ્યવસાયને પોલીસની આંખમાં ધૂળ નાખી ચાલુ રાખતાં હોવાની પ્રતિતિ નશાની હાલતમાં ધૂત બની શહેરમાં કેટલાક દારૂડિયા તત્વો રાજા પાટમાં જોવા મળતા શહેરીજનોને થઈ રહી છે.

નશાની હાલતમાં ચાલકે બે રાહદારીઓને હડફેટે લીધા
પાટણ શહેરમાં દારૂની બદીને ડામી દેવા જિલ્લા પોલીસ વડા દ્વારા સધન પ્રયાસો કરવામાં આવી રહ્યા છે ત્યારે કેટલાક બુટલેગરો પોલીસ તંત્રને અંધારામાં રાખી પોતાનો દારૂનો વ્યવસાય ધમધમતો રાખતા હોય તેમ અવાર નવાર કેટલાક દારૂડિયા તત્વો નશાની હાલતમાં શહેરના વિવિધ વિસ્તારોમાં જોવા મળી રહ્યા છે.​​​​​​​ શુક્રવારની બપોરે શહેરની વી.કે. ભૂલા હાઈસ્કૂલ પાછળનાં રસ્તેથી નશાની હાલતમાં પોતાની વેગેનાર કાર લઈને પસાર થઈ રહેલ ચાલકે બે રાહદારીઓને હડફેટે લઈ પોતાની કાર ઈલેક્ટ્રીક ડીપી સાથે અથડાવી હોવાની ઘટના પ્રકાશમાં આવવા પામી છે. જિલ્લા પોલીસ વડાની દારૂ બદીને ડામી દેવામાં ક્યાંક ને ક્યાંક નિષ્ફળતા સાંપડી રહી હોવાનું શહેરનાં પ્રબુદ્ધ નગરજનો કહી રહ્યા છે.

અન્ય સમાચારો પણ છે...