તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

શકુનીઓ ઝડપાયા:પાટણમાં જુગાર રમતા 5 ઓરોપીઓ ઝડપાયા, પોલીસે 69 હજારની રોકડ રકમ કબજે કરી

પાટણ24 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • પાટણ બી ડિવિઝન પોલીસ મથકે આરોપીઓ સામે જુગારધારાની હેઠળ કાર્યવાહી હાથ ધરી

પાટણમાં માધવવિલા સોસાયટીની ખુલ્લી જગ્યા પર જુગાર રમતા 5 શખ્સો ઝડપાયા છે. પોલીસે તેમની પાસેથી 18 હજારની રોકડ રકમ કબ્જે કરી લીધી છે. આ તમામ આરોપીઓ સામે પાટણ બી ડીવીઝન પોલીસ મથકે જુગારધારા હેઠળ ગુનો નોંધી લેવામાં આવ્યો છે અને પોલીસે આગળ કાર્યવાહી હાથ ધરી દીધી છે.

પોલીસે દરોડામાં 5 આરોપીઓની ધરપકડ કરી પોલીસને પાટણની માધવવિલા સોસાયટીની ખુલ્લી જગ્યા પર હારજીતનો જુગાર રમાઇ રહ્યો હોવાની બાતમી મળી આવી હતી. જેના આધારે મંગળવારે સ્થાનિક પોલીસે તે જગ્યા પર દરોડો પાડી દીધો હતો. જેમાં 5 આોરોપીઓ હારજીતનો તીનપત્તીનો જુગાર રમતા મળી આવ્યા હતા. પોલીસે આ 5 આરોપીઓને ગિરફ્તાર કરીને તેમની પાસે થી આશરે 18 હજાર રોકડા કબજે કરી લીધા હતા.

કુલ 69 હજાર રૂપિયાનો મુદ્દામાલ કબજે પોલીસે જે મુદ્દામાલ કબજે કર્યો એમાં, 3 નંગ મોબાઇલ ફોન જેની કિંમત 10 હજાર 500 જેટલી છે, તેની સાથે 40 હજારની કિંમતનું બાઈક એમ કરીને કુલ રૂપિયા 69 હજારનો મુદ્દામાલ મળી આવ્યો હતો. તેમની સામે પાટણ બી ડિવિઝને આગળ કાર્યવાહી કરીને આરોપીઓ દિનેશભાઇ લુહાર, અક્ષય જનસારી , રાહુલ મહેતા, દેવેન્દ્રસિંહ ઠાકોર અને વિનોદસિંહ રાજપુતની ધરપકડ કરી લીધી હતી, આ શખ્સો સામે જુગારધારા હેઠળ ગુનો નોંધી લેવામાં આવ્યો છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે આર્થિક યોજનાઓને ફળીભૂત કરવાનો યોગ્ય સમય છે. સંપૂર્ણ આત્મવિશ્વાસ સાથે તમારી ક્ષમતા પ્રમાણે કામ કરો. જમીનને લગતી ખરીદદારી કે વેચાણનું કામ પૂર્ણ થઇ શકે છે. વિદ્યાર્થીઓને કરિયરને લગતી કોઇ સમ...

  વધુ વાંચો