તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Patan
  • In Patan, 45 Cases Were Reported In A Single Day, 148 Cases Were Reported In Five Days Out Of Which 57 Cases Were From Patan Taluka Alone.

કોરોના અનલોક:પાટણમાં એક જ દિવસમાં 45 કેસ,  પાંચ દિવસમાં 148 કેસો નોંધાયા જે પૈકી 57 કેસો ફક્ત પાટણ તાલુકાના

પાટણએક વર્ષ પહેલા
  • કૉપી લિંક
પાટણમાં વોર્ડવાઇઝ કોરોનાના સેમ્પલ લેવામાં આવી રહ્યા છે. - Divya Bhaskar
પાટણમાં વોર્ડવાઇઝ કોરોનાના સેમ્પલ લેવામાં આવી રહ્યા છે.
  • પાટણના સુજનીપુર સબજેલના 7 કેદી , પાટણ અને હારિજના બે પોલીસકર્મી સહિત જિલ્લામાં 45 જણ સંક્રમિત
  • જિલ્લામાં સતત પાંચ દિવસથી કેસો વધી રહ્યા છે

શહેરમાં ફરી કોરોનાના કેસો વધતાં શહેરમાં કોરોના ગ્રાફ ઊંચકાતાં શહેરીજનોમાં સંક્રમણનો ભય વધી રહ્યો છે. મંગળવારે પાટણ તાલુકામાં 17 મળી જિલ્લામાં પ્રથમ વખત એક સાથે 45 કેસોનો વિસ્ફોટ થતાં જિલ્લામાં કોરોનાને લઇ ફફડાટ ફેલાયો છે. વધતા કેસોની સંખ્યા સામે હોસ્પિટલમાં દર્દીઓને દાખલ કરવાના બદલે સારવારના નામે દવા આપી હોમ આઇસોલેટ કરવામાં આવી રહ્યા હોઈ દાખલ થતાં હોમ આઇસોલેટનો આંકડો વધી ગયો છે.

પાટણ સબજેલના સાત કેદી સહિત એક પોલીસકર્મી સાથે શહેરમાં 7 મળી તાલુકામાં કુલ 17 કેસો,ચાણસ્મા શહેરમાં 3 અને તાલુકામાં 3 મળી 6, હારિજ શહેરમાં એક પોલીસકર્મી સહિત 2 તાલુકામાં બે મળી 4, રાધનપુર શહેરમાં બે અને તાલુકામાં 3 મળી 5, શંખેશ્વરમાં એક અને તાલુકામાં 2 મળી 3, સાંતલપુર તાલુકામાં 2, સમી તાલુકામાં 3 અને સિદ્ધપુરના નેદ્રા અને સરસ્વતી જંગરાલ ગામમાં એક મળી વધુ 45 કેસો નોંધાતાં કુલ કેસનો આંકડો 1673 થવા પામ્યો છે.

જિલ્લામાં 24 કલાકમાં વધુ 1212 શંકાસ્પદ દર્દીઓના સેમ્પલ લેવામાં આવ્યા છે. સામે 1243 રિપોર્ટ નેગેટિવ આવ્યા હતા. વધુ 16 દર્દીઓ સ્વસ્થ થતાં કુલ 1313 સ્વસ્થ થવા પામ્યા છે. તો હાલમાં 281 દર્દીઓ કોરોનાની સારવાર હેઠળ છે.

  • જિલ્લાના કોરોના સંક્રમિત દર્દીઓ

પાટણ શહેર : મહાવીરનગરમાં 54 વર્ષીય પુરુષ, શિવનગરી સોસાયટીમાં 25 વર્ષીય યુવક,પોલીસ હેડ ક્વાર્ટરમાં 32 વર્ષીય યુવક, યશનગર સોસાયટીમાં 28 વર્ષીય યુવક, ભાટિયાવાડમાં 50 વર્ષીય પુરુષ, ભગવતીનગરમાં 23 વર્ષીય સ્ત્રી,દેવપુરી સોસાયટીમાં 83 વર્ષીય સ્ત્રી ,
પાટણ તાલુકો : સુજનીપુર સબજેલમાં 7 પુરુષ કેદીઓ, સુજનીપુર ગામમાં 40 વર્ષીય પુરુષ, સંડેર ગામમાં 25 વર્ષીય યુવતી, રુવાવીમાં 51 વર્ષીય પુરુષ,
ચાણસ્મા: ખુશાલ પ્રાગજીનો માઢ 43 વર્ષીય પુરુષ,જૂની દેના બેન્ક પાછળ 50 વર્ષીય પુરુષ,ખોડિયાર પરામાં 43 વર્ષીય પુરુષ, તાલુકાના સેંધા ગામમાં 30 વર્ષીય યુવક, રામગઢમાં 29 વર્ષીય યુવક,ચવેલીમાં 32 વર્ષીય યુવક,ધિણોજ ગામમાં 40 વર્ષીય પુરુષ, બ્રાહ્મણવાડામાં 31 વર્ષીય યુવક, જાખાના ગામમાં 65 વર્ષીય પુરુષ
હારિજ : શહેરમાં પોલીસ લાઈનમાં 30 વર્ષો યુવક, સ્ટેટ બેંકની સામે રહેતી 22 વર્ષીય યુવતી, તાલુકાના બોરતવાડા ગામમાં 38 વર્ષીય પુરુષ અને 38 વર્ષીય સ્ત્રી
રાધનપુર : શહેરમાં મંગલમૂર્તિ બંગ્લોઝમાં 69 વર્ષીય પુરુષ, મીરા દરવાજા 62 વર્ષીય સ્ત્રી, સરદારપુરા ગામમાં 35 વર્ષીય પુરુષ સ્ત્રી, છાણીયાથર ગામમાં 50 વર્ષીય પુરુષ,નાનીપીપળી ગામમાં 50 વર્ષીય સ્ત્રી
શંખેશ્વર : શંખેશ્વરમાં કન્યા શાળા સામે 50 વર્ષીય સ્ત્રી , તાલુકાના બીલીયા ગામમાં 32 વર્ષીય યુવક,કુંવારદ ગામમાં 32 વર્ષીય પુરુષ
સમી : તાલુકામાં ચાંદરણી ગામમાં 50 વર્ષીય પુરુષ,જોરાવરપુરા ગામમાં 27 વર્ષીય યુવક,તારોરા ગામમાં 35 વર્ષીય યુવક,
સાંતલપુર : વારાહીના ધનાસરીમાં 26 વર્ષીય યુવક,ઝઝામ ગામમાં 38 વર્ષીય પુરુષ,
સિદ્ધપુર : નેદ્રા ગામમાં 43 વર્ષીય પુરુષ
સરસ્વતી : જંગરાલ ગામમાં 31 વર્ષીય યુવક

પાટણ કોરોનામીટર

કુલ પોઝિટિવ1673
કુલ મોત63
કુલ ડિસ્ચાર્જ1313

પોઝિટિવ કેસના આંકડા છેલ્લા પાંચ દિવસના

11 સપ્ટે30
12 સપ્ટે31
13 સપ્ટે7
14 સપ્ટે35
15 સપ્ટે45

કેસો મહિના વાઇઝ

એપ્રિલ22
મે56
જૂન132
જુલાઈ603
ઓગસ્ટ478
સપ્ટેમ્બર

381 (15 દિવસ )સપ્ટેમ્બરમાં 15 દિવસમાં 1 મોત

કુલ મોત63

​​​​​​​સતત પાંચ દિવસથી કેસો વધી રહ્યો છે
પાટણ જિલ્લામાં 11 સપ્ટેબરથી કોરોનાના કેસ આંક 30 પર આવી રહ્યો છે.ફક્ત 13 સપ્ટે રવિવારને બાદ કરતાં છેલ્લા પાંચ દિવસમાં કેસ આંક 30 આસપાસ રહ્યો છે. પાંચ દિવસમાં જિલ્લામાં 148 કેસો નોંધાયા છે.જે માં 30 ટકા ઉપર કેસો એટલે કે 57 કેસો તો ફક્ત પાટણ તાલુકામાં જ નોંધાયા છે.ચાણસ્મા તાલુકામાં પણ કેસોનો આંક ઝડપથી વધી રહ્યો છે.

અન્ય સમાચારો પણ છે...