વેકેશન કેમ્પ:પાટણમાં 40 બાળકો વેકેશનમાં યોગ, શિક્ષણ, કલા પ્રવૃત્તિઓના પાઠ ભણ્યા

પાટણ7 દિવસ પહેલા
  • કૉપી લિંક

પાટણ જિલ્લા રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ દ્વારા પાંચ દિવસીય દિવાળી વેકેશન કેમ્પ શહેરના વિલાજ પાર્ટી પ્લોટ ખાતે યોજાયો હતો. કેમ્પમાં રમેશચંદ્ર કાશીરામ ઠક્કર અને તજજ્ઞો દ્વારા યોગ શિક્ષણ ,પ્રાર્થના ,પ્રાણાયામ, અભિનયગીત ,સાંસ્કૃતિક કાર્યક્રમ, આર.એસ.એસ.ની પ્રવૃત્તિ, રમત ,બાળગીત, કસરતના દાવ ,બાળવાર્તા, શૈક્ષણિક પ્રવાસ, વાંચન ગણન લેખન, અંગ્રેજી શિક્ષણ, હિન્દી શિક્ષણ, વકૃત્વ સ્પર્ધા, એક પાત્રીય અભિનય, ચિત્ર સ્પર્ધા જેવી અનેકવિધ પ્રવૃત્તિઓ યોજવામાં આવી હતી જેમાં 40 બાળકોએ ભાગ લીધો હતો.

કાર્યક્રમમાં તજજ્ઞ ઉમેદભાઈ પ્રજાપતિ, હરેશભાઈ દરજી, રમેશચંદ્ર ઠાકરે, પાર્ટી પ્લોટના ચેરમેન લાલેશ ઠક્કર, રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ ગુજરાત ના અધ્યક્ષ ભીખાભાઈ આર.પટેલ, ઉપાધ્યક્ષ બાબુભાઈ દેસાઈ ,જિલ્લા રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ ના પ્રમુખ કલ્પેશભાઈ પટેલ તેમજ ડો. પીનલબેન ગોરડીયા, ચંદ્રકાંતભાઈ ઠક્કર હાજર રહયા હતા. બાદમાં લાલેશ્વર જાળેશ્વર પાલડી પ્રાથમિક શાળા સાગોડિયા અને સર્વ મંગલમ આશ્રમ ,મ્યુઝિયમનો શૈક્ષણિક પ્રવાસ કરાયો હતો.

અન્ય સમાચારો પણ છે...