પાટણ સહિત અન્ય નગરપાલિકાઓમાં અગાઉના જુના બાકી વેરા ભરવાનો મંગળવારે છેલ્લો દિવસ હતો તેમજ ચાલુ વર્ષના એડવાન્સ કરવેરા ભરવા માટે છેલ્લા દિવસોમાં લોકોનો ધસારો વધ્યો હતો .જેમાં છેલ્લા બે માસમાં 33318 મિલકતધારકોએ રૂ. 8.10 કરોડ વેરો ભરપાઈ કર્યો હતો.પાછલી બાકીમા રૂ.50.30 લાખ રીબેટ અપાયું છે. જ્યારે ચાલુ સાલના વેરામા 27.54 લાખ રીબેટ અપાયું છે.
સરકાર દ્વારા વધારાની છૂટછાટ જાહેર કરવામાં આવી છે જેમાં વ્યાજ માફી ની મુદત લંબાવાઈ નથી જોકે ઓનલાઈન એડવાન્સ ટેક્ષ ભરનારને વધુ 5 ટકા રીબેટ મળશે તેમ વેરા શાખાના સૂત્રોએ જણાવ્યું હતું. સરકાર દ્વારા દરેક નગરપાલિકાઓમાં મોટી સંખ્યામાં વેરા મેળવવાના બાકી નીકળતા હોવાથી તેની વધુમાં વધુ વસુલાત થાય તે માટે એપ્રિલ માસ સુધી વ્યાજ માફીની યોજના લાગુ કરવામાં આવી હતી જેમાં બહુ ઓછો પ્રતિસાદ મળતા નગરપાલિકાઓની રજૂઆત બાદ આ મુદત મેં મહિના સુધી લંબાવાઇ છે.
પાટણમાં મિલકતધારકોને 15 ટકા લાભ મળશે
સરકાર દ્વારા બુધવારે એડવાન્સ વેરા ભરવાની મુદત બે માસ લંબાવી છે જેમાં અન્ય નગરપાલિકામાં 7% અને ઓનલાઇન મિલકત વેરો ભરે તો વધુ 5 ટકા મળવાપાત્ર થાય છે પરંતુ પાટણ નગરપાલિકા માં એડવાન્સ ટેક્ષ ભરનારને 10% રિબેટ આપવાનો ઠરાવ કરાયો છે એટલે ઓનલાઇન મિલકત વેરો ભરનાર ને 15 ટકા રીબેટ મળવાપાત્ર થશે તેમ વેરા શાખાના સૂત્રોએ જણાવ્યું હતું.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.