આયોજન:પાટણમાં રાવળ યોગી સમાજના ફ્રી સ્પર્ધાત્મક પરીક્ષાના તાલીમ વર્ગમાં 30 ઉમેદવાર જોડાયા

પાટણએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • સમાજના આર્થિક પછાત યુવાનોને સંઘ દાતાઓના મળેલા દ્વારા નિઃશુલ્ક વર્ગ કરાવશે
  • પાટણ જિલ્લા રાવળ યોગી સમાજ સેવા સંઘ દ્વારા તાલીમ વર્ગનું આયોજન

પાટણ જિલ્લા રાવળ યોગી સમાજ સેવા સંઘ દ્વારા આજના સ્પર્ધાત્મક યુગમાં સમાજના શિક્ષિત બેરોજગાર યુવાનો પોતાની ઉચ્ચ કારકિર્દીનું ઘડતર કરી શકે તે માટે પરીક્ષાઓની તૈયારીઓ માટે પ્રથમ વાર તાલીમ વર્ગ પાટણ શહેર ખાતે પ્રારંભ કરવામાં આવ્યો હતો.

શહેરના જુના બસ સ્ટેન્ડ રોડ પર જયવીર સોસાયટી નજીક કોમ્પ્લેક્ષમાં ગુરુવારે રાવળ યોગી સમાજના ધોરણ 12 પાસ ગ્રેજ્યુએટ અને પોસ્ટ ગ્રેજ્યુએટ ડિગ્રી પ્રાપ્ત કર્યા બાદ સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારીઓ કરતા યુવાનો માટે ક્લાસિસનો આરંભ કરવામાં આવ્યો હતો. જેમાં યુવાનોને નામાંકિત તજજ્ઞો મારફતે પરીક્ષાઓની યોગ્ય તૈયારીઓ કરવામાં આવશે. આરંભમાં જ સમાજના 30 જેટલા યુવાનોએ તૈયારીઓ માટે રજિસ્ટ્રેશન કરાવ્યું હતું. આ પ્રસંગે પાટણ જિલ્લા રાવળ યોગી સમાજ સેવા સંઘના પ્રમુખ નારણભાઇ રાવળ ,ઉપપ્રમુખ મુકેશ કાનાણી, પૂર્વ મહામંત્રી ભાવેશ રાવળ, સંયોજક રાધનપુરના નારણ સહિતના હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા. તાલીમ વર્ગમાં આરંભમાં દાતાઓનું સન્માન કરાયું હતું.

રાવળ નારણભાઈએ જણાવ્યું હતું કે રાવળ યોગી સમાજમાં યુવક યુવતીઓ શિક્ષણ લેતા થયા છે. પરંતુ આર્થિક પછાત સમાજના યુવક યુવતીઓ મોંઘી ફી ભરી તૈયારીઓ ન કરી શકતા સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં ઉર્તિણ થઈ શકતા નથી. જેથી યોગ્ય તૈયારીઓ અને માર્ગદર્શન મળે માટે સમાજના દાતાના દાનથી ફ્રી કલાસીસ શરૂ કરવા આયોજન કર્યું છે.

અન્ય સમાચારો પણ છે...