ગ્રામજનોની રજૂઆત:પાટણના ઓઢવા ગામમાં મૃત ઢોરોના ચીરફાડના વ્યવસાયને ગામની બહાર લઇ જવા માંગ

પાટણએક મહિનો પહેલા
  • કૉપી લિંક

પાટણ સરસ્વતી તાલુકાના ઓઢવા ગામમાં આવેલા રામાપીરના મંદિરની સામે ઈન્દીરાનગર ખાતે વર્ષો પૂર્વે અહીં ખેતર અને રહેણાંક વિસ્તાર ન હોવાથી મરેલા ઢોર નાંખવાની કામગીરી કરવામાં આાવતી હતી, પરંતુ વર્ષો વીતતા આરે રામાપીરના મંદિરની પાસે આવેલા ઈન્દીરાનગર ખાતે 200 જેટલા રહેણાંક મકાનો થઈ ગયા હોવા છતાં પણ મરેલા ઢોરની ચીરા કરવાનું ચાલુ રખાતાં સ્થાનિક લોકોના આરોગ્ય સામે ખતરો ઉભો થવા પામ્યો છે અને મરેલા ઢોરોની ચીરફાડની કામગીરી રહેણાંક વિસ્તારમાં થતાં સ્થાનિક લોકો તેની તીવ્ર દુર્ગંધને કારણે ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. એટલું જ નહીં આ તીવ્ર દુર્ગંધને લઈ સ્થાનિક વિસ્તારમાં ઘરે ઘરે માંદગીના પણ ખાટલા ખડકાયા છે. ત્યારે ઓઢવા ગામના સરપંચ હેમાભાઈ ચૌધરીને સ્થાનિક લોકોએ રજૂઆત કરતાં તેઓએ હાથ અધ્ધર કરી દેતાં જે સરપંચ ગામના લોકોની સુખાકારી માટે કોઈ નિર્ણય લઈ શકતા ન હોય તેને રાજીનામ આપી દેવાનીપણ માંગ કરી હતી.

મરેલા ઢોરની ચીરફાડ
ઓઢવાના ઈન્દીરાનગર ખાતે દાના છગનભાઈ ૫૨મા૨ અને શંક૨ માધાભાઈ પરમાર બંને ઈસમો રહેણાંક વિસ્તારમાં જ મરેલા ઢોરની ચીરફાડ કરવાની કામગીરી કરતા હોવાથી સ્થાનિક લોકોના આરોગ્ય સામે ખતરો ઉભો થવા પામ્યો છે. ત્યારે હાલ લમ્પી વાયરસને લઈ અનેક ગૌમાતાના મોત નિપજતા હોય છે. ત્યારે ઓઢવા ગામ સહિત આજુબાજુના ગામોની લમ્પીગ્રસ્ત મૃત ગાયોને પણ આ રહેણાંક વિસ્તારમાં ખડકી દેવાતા તેની તીવ્ર વાસથી સ્થાનિક લોકોને રહેવું પણ દુસ્વાર બની જવા પામ્યું છે અને લમ્પીગ્રસ્ત મૃત ગાયોમાં પડેલી જીવાતો તેઓના મકાન સુધી આવી પહોંચતા ઘરમાં જમવાનું કે રહેવું પણ દુસ્વાર બની જવા પામ્યું છે. વા ગામના ઈન્દીરાપરાના અસંખ્ય લોકો કલેકટર કચેરી ખાતે આ તીવ્ર વાસમાંથી છુટકારો મળે અને તેઓનું આરોગ્ય સારુ રહે તે માટે મરેલા ઢોરોની ચીરફાડ કરતાં લોકોને ગામની બહાર વહીવટી તંત્ર દ્વારા જગ્યા ફાળ વી આપવામાં આવે તેવી માંગ સાથે કલેકટર કચેરી ખાતે આવેદનપત્ર આપી રજૂઆત કરી હતી.

માથાભારે ઈસમોનો ત્રાસ
ઓઢવા ગામની રજૂઆતને તાલુકા વિકાસ અધિકારીને સત્વરે મોકલી આપી સ્થળનું પંચનામુ કર્યા બાદ ચીરફાડ કરતાં ઈસમોને ગામની બહાર જગ્યા ફાળવી આપવાની ગ્રામજનોને હૈયાધારણા આપવામાં આવી હતી. તો મૃત ઢોરોની ચીરફાડ કરવાનો ધંધો કરતાં દાના છગનભાઈ અને શંકર માધાભાઈ માથાભારે ઈસમો હોવાથી ગામના સરપંચ હેમાભાઈ ચૌધરી પણ ગ્રામજનોની સુખાકારી અને આરોગ્યને લઈ કોઈ રજૂઆત કે પગલા ભરતા ન હોવાથી ઈન્દીરાપરાના લોકોમાં સરપંચની કામગીરી સામે પણ અસંતોષ વ્યકત કરી તેઓને પણ રાજીનામુ આપી દેવાની માંગ કરી મૃત ઢોરોના કારણે પડતી હાલાકી અંગે સ્થાનિક રહીશોએ પોતાનો રોષ વ્યકત કર્યો હતો.

અન્ય સમાચારો પણ છે...