વાહન રોકવાની ચીમકી:પાટણમાં માખણીયાપરામાં રોડની સાઇડ પર કચરો નાખતા 12 ફૂટનો રોડ 2 ફૂટનો થઈ ગયો

પાટણએક મહિનો પહેલા
  • કૉપી લિંક
માખણીયા વિસ્તારમાં રોડની સાઇડ પર કચરો નાખતા ગંદકીનું સામ્રાજ્ય. - Divya Bhaskar
માખણીયા વિસ્તારમાં રોડની સાઇડ પર કચરો નાખતા ગંદકીનું સામ્રાજ્ય.
  • રોડ પરથી કચરો દૂર કરી સમસ્યા હલ નહીં કરાય તો સોમવારે પાલિકાના વાહન રોકવાની ચીમકી

પાટણના માખણીયા વિસ્તારમાં પાલિકા દ્વારા બનાવેલી ઘનકચરાના નિકાલની સાઈડ પર કર્મચારીઓ રોડની બન્ને સાઈડ પર કચરાનો નિકાલ કરતાં હોવાથી 12 ફૂટ પહોળો રસ્તો 2 ફૂટનો બની ગયો છે. જેના કારણે તે રસ્તા પરથી પસાર થતાં આસપાસના ખેડૂતો અને રહીશોને ગંદકી પાસેથી પસાર થવું પડે છે. સોમવાર સુધી આ રોડની સાઈડ પરથી કચરો દૂર કરી સમસ્યાનો હલ નહીં થાય તો ખેડૂતો અને સ્થાનિક રહીશો દ્વારા પાલિકાના વાહનો રોકી ચક્કાજામ કરવાની ચીમકી આપી છે.

પાટણ શહેરના માખણીયાપરા વિસ્તારમાં ઘન કચરાના નિકાલની જગ્યા ઉપર પસાર થવા 12 ફૂટ પહોળો રોડ પાલિકા દ્વારા બનાવેલો છે પરંતુ પાલિકા સફાઈ કર્ચચારીઓ દ્વારા શહેરમાંથી ઉલેચવામાં કચરાના ટ્રેક્ટરો ધન કચરા સ્થળે ખાલી કરવાની જગ્યાએ ઉપરોક્ત રોડની બન્ને સાઈડ ઠાલવી દેતાં 12 ફુટ પહોળા રસ્તાની પહોળાઈ ધટીને 2 ફૂટની થઈ ગઇ છે. સાથે ચર્મકુંડમાં જવાનો રસ્તો તો સદંતર બંધ થઈ જતા મરેલા પશુઓને રોડની સાઇડમાં પાલિકાનાં કમૅચારીઓ નાખીને જતાં વિસ્તારના લોકોને અસહ્ય દુર્ગંધ સાથે નર્કાગારની સ્થિતિ ભોગવવી પડી રહી છે. માખણીયા પુરા વિસ્તારની સમસ્યાથી આ વિસ્તારના લોકોએ બે દિવસ અગાઉ પાલિકા પ્રમુખનો ટેલિફોનિક સંપર્ક કરી અવગત કર્યા હતા. સોમવાર સુધીમાં માખણીયા પુરા વિસ્તારની ગંદકી દુર કરી રસ્તો ખુલ્લો કરવામાં નહીં આવે તો નાંછુટકે વિસ્તારના ખેડૂતો અને રહિશોને પાલિકાના વાહનો રોકી માર્ગ ચક્કાજામ કરવાની ફરજ પડશે તેમ વિસ્તારના ખેડૂત જયેશભાઈ પટેલે જણાવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...