તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

આવેદનપત્ર:માડોત્રી ગામે કાયમી તલાટીની માંગ સાથે ગ્રામજનોએ કલેક્ટરને પાઠવ્યું આવેદનપત્ર

પાટણ25 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ટુંક સમયમાં કાયમી તલાટીની નિમણુક કરવાની કલેક્ટરની હૈયાધારણા

પાટણ તાલુકાના માંડોત્રી ગામે હંગામી તલાટીની નિમણુંક ન થઈ હોવાથી ગ્રામજનોને જન્મ-મરણના દાખલા લેવા માટે ધરમના ધકકા ખાવાનો વારો આવ્યો છે. ત્યારે વહીવટીતંત્ર દ્વારા રેવન્યુ તલાટીની કાયમી ધોરણે નિમણુંક કરવામાં આવે તેવી માગ સાથે ગ્રામજનો દ્વારા બુધવારના રોજ જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપી રજૂઆત કરવામા આવી હતી.

છેલ્લા બે વર્ષથી તલાટીની જગ્યા ખાલી
પાટણ તાલુકાના માંડોત્રી ગામે છેલ્લા બે વર્ષથી તલાટીની જગ્યા ખાલી હોવાના કારણે નજીકમાં આવેલા ધારપુર હોસ્પિટલમાં કોઈપણ વ્યકિતના મૃત્યુ બાદ પરીવારજનોને મરણના દાખલા લેવા માટે તેમજ જન્મના દાખલા માટે પણ ધારપુર ગ્રામ પંચાયતમાં જવું પડે છે. જોકે, અહીં પણ તલાટી અઠવાડીયામાં બે જ દિવસ હાજર રહેતા હોવાથી લોકોને ધરમના ધક્કા ખાવા પડે છે. માંડોત્રીમાં કાયમી તલાટી ન હોવાના કારણે ગ્રામજનોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે.

જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપી રજૂઆત
આ મામલે ગ્રામજનોએ જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપી રજૂઆત કરી હતી. ત્યારે ગ્રામજનોની રજૂઆતનો પ્રત્યુતર આપતાં જિલ્લા કલેક્ટરે ટુંક સમયમાં તલાટીની કાયમી ધોરણે નિમણુંક કરવામાં આવશે તેવી હૈયાધારણા આપી હતી.

અન્ય સમાચારો પણ છે...