પાટણ તાલુકાના ડેરાસણા ગામે રહેતા આધેડના મોસાળ લોઢપુર ગામમાં માતાના નામે આવેલી જમીન 7 શખ્સોએ ખોટા પેઢીનામા કરીને પચાવી પાડી હોવાની બાલીસણા પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી. ડેરાસણા ગામે રહેતા ગાંડાભાઇ વેરશીભાઇ રબારીની માતાની લોઢપુર પાટણની સર્વ નં.223,261 અને 269ની સંયુકત માલીકીની જમીનમાં 15/06/1989 થી 03/08/2022 સુધી ખોટુ નામ ઘારણ કરી ખોટા પેઢીનામા તેમજ ખોટા દસ્તાવેજ ઉભા કરી ખોટા હક દાખલ કર્યા હતા.
સાક્ષીઓ એનજીસી ખોટી રીતે સહીઓ કરી જમીન પચાવી હોવાનું ધ્યાનમાં આવતાં ગાંડાભાઇ રબારીએ બાલીસણા પોલીસ મથકે ગુજરાત જમીન પચાવી પાડવા પર પ્રતિબંધ કાયદા મુજબ રબારી ભગવાનભાઇ ઇશ્વરભાઇ, અમથીબેન ભગવાનભાઇ, જીવાભાઇ અરજણભાઇ, ભરતભાઇ ઇશ્વરભાઇ, બાબુભાઇ લલ્લુભાઇ, કનુભાઇ નાગજીભાઇ અને રબારી ભગવાનભાઇ નાગજીભાઇ રહે.તમામ લોઢપુર સામે ફરિયાદ નોંધાવી હતી.તેની તપાસ DySP ચંદ્રસિંહ સોલંકીએ હાથ ધરી હતી.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.