તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

રજૂઆત:એલએલબી કોલેજોમાં સેમ 1 થી 4 ના એટીકેટી વાળા વિદ્યાર્થીઓને સેમ - 5 માં પ્રવેશ ન મળતાં રઝળી પડયાં

પાટણ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • પરીક્ષાઓ બાકી હોઈ એટીકેટી વાળા છાત્રો પાસ ન થઇ શકયા હોઈ સેમ 5 માં પ્રવેશ ન મળતા હાલમાં પ્રવેશ સ્થગિત કરાવવા કુલપતિને રજૂઆત કરી

હેમચંદ્રાચાર્ય યુનિવર્સિટી દ્વારા એલ.એલ.બીમાં એટીકેટી વાળા છાત્રોની પરીક્ષા બાકી હોવા છતાં સેમ - 5 માં પ્રવેશ પ્રકિયા શરૂ કરવામાં આવતા એટીકેટી વાળા છાત્રો પ્રવેશ માટે મુશ્કેલીમાં મુકાયા છે.જેથી છાત્રો પ્રવેશથી વંચિત ન રહે માટે સત્વરે તેમની પરીક્ષાઓ લેવામાં આવે અથવા હાલમાં પ્રવેશ પ્રકિયા સ્થગિત કરવામાં આવે તેવી છાત્રો દ્વારા કુલપતિને રજૂઆત કરવામાં આવી છે.

યુનિવર્સિટી સંલગ્ન એલ.એલ.બી અભ્યાસક્રમમાં સેમ - 1 થી 4 માં કોઈપણ સેમિસ્ટરમાં એટીકેટી હશે તો સેમ -5 માં પ્રવેશ મળશે નહીં.જેથી સેમ - 1 થી 4 માં એટીકેટીની પરીક્ષા આપી પાસ થયા બાદ જ છાત્રો સેમ 5 માં પ્રવેશ લઇ શકે તેવો યુનિવર્સીટી દ્વારા જ ગતવર્ષે પરિપત્ર જાહેર કરવામાં આવેલ હોઈ આ વર્ષે કોરોના મહામારીને લઇ એલ.એલ.બીની પરીક્ષાઓ લેવાઈ ન હોઈ જેથી 1 થી 4 માં એટીકેટી વાળા છાત્રો પરીક્ષા ના અભાવે એટીકેટી કિલીયર કરી શક્યા નથી.ત્યારે નવીન સત્ર શરૂ થતા એલ.એલ.બીની કોલેજો સેમ 5 માં પ્રવેશ પ્રકિયા શરૂ કરવામાં આવી છે.જેથી એટીકેટી વાળા છાત્રો સેમ 5 માં પ્રવેશ મેળવી શકતા ન હોઈ તેઓ પ્રવેશથી વંચિત રહેવા પામ્યા છે.

જેથી સત્વરે પરીક્ષાઓ લઇ પરિણામ જાહેર કરવામાં આવે અને ત્યાં સુધી પ્રવેશ પ્રકિયા લંબાવવામાં આવે અથવા હાલમાં સ્થગિત કરવામાં આવે તેવી માંગ સાથે છાત્રો અને એબીવીપી દ્વારા કુલપતિને બુધવારે રજુઆત કરવામાં આવી હતી.કુલપતિ દ્વારા આ મામલે ડીન સાથે ચર્ચા કરી સત્વરે છાત્રો પ્રવેશથી વંચિત ન રહે તેવી યોગ્ય કાર્યવાહી કરવા બાહ્યધરી આપી હતી.

અન્ય સમાચારો પણ છે...