દહેજભૂખ્યા સાસરિયાં:સાસરિયાંએ મકાન લેવા 1 લાખ માંગી પાટણની મહિલાને ઘરમાંથી કાઢી મૂકી

પાટણ6 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • વિરમગામમાં રહેતાં પતિ,સાસુ-સુસરા સહિત 4 શખ્સો સામે ફરિયાદ

પાટણ પિયર ધરાવતી અને વિરમગામ ખાતે રહેતી પરિણીતાને સાસરિયાંઓએ નવા મકાનની ખરીદી માટે દહેજ પેટે રૂ. એક લાખની માગણી કરી મારઝૂડ કરી ઘરમાંથી કાઢી મુકતાં પાટણ મહિલા પોલીસ મથકે સાસરિયાં સામે ફરિયાદ નોંધાવી હતી. પાટણ પિયર ધરાવતી અને વિરમગામ ખાતે રહેતી પરિણીતા વિજયાબેન ગણપતભાઈ ઓડના 8 વર્ષમાં લગ્નજીવનના એક દીકરો છે.

સાસરિયાંના સભ્યો દ્વારા નવા મકાનની ખરીદી માટે દહેજ પેટે રૂ. એક લાખની માગણી કરી મારઝૂડ કરી ઘરમાંથી કાઢી મૂકી હતી. પરિણીતા તેના પિયર પાટણ ખાતે આવી હતી. આ અંગે પરિણીતાએ પાટણ મહિલા પોલીસ મથકે ઓડ ગણપતભાઈ બાબુભાઈ, ઓડ બાબુભાઈ ગંગારામ, ઓડ મધુબેન બાબુભાઈ, ઓડ સુરેશભાઈ બાબુભાઈ રહે. તમામ વિરમગામ સામે ફરિયાદ નોંધાવતાં પોલીસે દહેજ પ્રતિબંધ અધિનિયમ મુજબ ગુનો નોંધ્યો હતો.

ટાકોદીની મહિલાને દહેજભૂખ્યા સાસરિયાંએ મારમાર્યો
ચાણસ્માના ટાકોદી ગામના મણીપુરા ખાતે રહેતી કૈલાશબેન જયંતીજી ઠાકોરના લગ્ન ચાર વર્ષ અગાઉ મહેસાણા તાલુકાના ધોળાસણ ગામના યુવાન કિરણજી સોમાજી ઠાકોર સાથે થયા હતા. સાસુ, જેઠાણી પતિને ખોટી કાન ભંભેરણી કરતા હતા. જેને પતિએ તાજેતરમાં દહેજની માંગ કરી મારઝુડ કરી ઘરમાંથી કાઢી મૂકી હતી. આ પરિણીતાએ ચાણસ્મા પોલીસ મથક ઠાકોર કિરણજી સોમાજી, ઠાકોર મંગુબેન સોમાજી, ઠાકોર લાલાજી સોમાજી, ઠાકોર આશાબેન લાલાજી અને ઠાકોર પલીબેન પરેશજી રહે.તમામ ધોળકા સામે દહેજ પ્રતિબંધ અધિનિયમ મુજબ ગુનો નોંધાયો હતો.

અન્ય સમાચારો પણ છે...