તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ઔદ્યોગિક ક્ષેત્ર અનલોક બાદ ફરી સક્રિય:કોરોના મહામારીમાં પાટણ જિલ્લામાં નવા 44 ઉદ્યોગો શરૂ થયા, 25.78 કરોડનું રોકાણ

પાટણ4 મહિનો પહેલા
 • કૉપી લિંક
 • સોલાર પ્રોજેક્ટ સ્થાપવા માટે 104 ઉદ્યોગ સાહસિકોએ રસ દાખવ્યો
 • 42 યુનિટ થાપવા કુલ રૂ.5 કરોડની લોન આપવા ઉદ્યોગ કેન્દ્રની બેંકોને ભલામણ

કોરોના મહામારીમાં લોકડાઉનના કારણે ઠપ્પ થઈ ગયેલું ઔદ્યોગિક ક્ષેત્ર અનલોક બાદ ફરી સક્રિય થતાં બેઠું થઈ રહ્યું છે. શરૂઆતમાં ઔધોગિક એકમોમાં શ્રમિકો અને રો-મટિરિયલ્સની મુશ્કેલી પછી હવે ઉદ્યોગોમાં ઉત્પાદન થઈ રહ્યું છે. ત્યારે પાટણ જિલ્લામાં એપ્રિલથી નવેમ્બર સુધીમાં 7 માસમાં 44 નવા ઉદ્યોગો શરૂ થયા છે.જેમાં 29 માઈક્રો યુનિટ અને 15 સ્મોલ યુનિટ શરૂ થયા છે. આ ઉદ્યોગો પાછળ રૂ.25.78 કરોડનું મૂડી રોકાણ કરાયું છે.

જેમાં એગ્રો, ફાર્મા, ફુડ, એન્જિનિયરિંગ, વર્કશોપ, ગારમેન્ટ, એગ્રો ક્લીનીંગ અને સ્મોલ સોલાર સહિતના યુનિટ સ્થાપ્યા છે. જ્યારે સ્મોલ સ્કેલ સોલાર પોલિસી નીચે અડધાથી ચાર મેઘા વોલ્ટ સુધીના સોલાર પ્રોજેક્ટ નાખવા માટે 104 ઉદ્યોગસાહસિકોએ રસ દાખવ્યો છે. તેની પાછળ અંદાજિત રૂ.176.80 કરોડનું મૂડીરોકાણ થઈ શકે છે.

માઈક્રો પ્રકારના 42 યુનિટો સ્થાપવા જિલ્લા ઉદ્યોગ કેન્દ્રના મદદનીશ ઉદ્યોગ કમિશ્નર મિહિર મકવાણા દ્વારા 25 લાખ સુધીની કુલ રૂ.5 કરોડની લોન માટે બેંકોને ભલામણ કરી છે.

7 માસમાં 1917 અરજી તંત્રને મળી
દરેક ઉદ્યોગોને સબસીડી વિવિધ પ્રકારની પરમિશન બિન ખેતીની ઓનલાઇન અરજીઓનો સમય મર્યાદામાં નિકાલ કરાઈ રહ્યો છે અને આ કામગીરીનું કલેક્ટરની અધ્યક્ષતાની કમિટી દ્વારા મોનિટરિંગ કરાય છે.7 માસમાં તંત્રને 1917 ઓનલાઈન અરજી મળી છે તે પૈકી 1574 અરજીનો સમયમર્યાદામાં નિકાલ થયો છે.108 અરજી પેન્ડિંગ છ.131 રદ કરાઈ છે અને 104 અરજી ડોક્યુમેન્ટ જોડાણ બાદ સબમીટ થશે. તેવુ ઇન્ચાર્જ ઉદ્યોગ અધિકારી વિજયભાઈ ચૌધરીએ જણાવ્યું હતું.

એક્સપોર્ટ પ્રમોશન કાઉન્સીલની રચના કરાઈ
જિલ્લામાં એક્સપોર્ટ ઉદ્યોગ જેવાકે ઇસબગુલ,એગ્રો પ્રોડક્ટ વગેરેને વેગ આપવા માટે એક્સપોર્ટ પ્રમોશન કાઉન્સિલની રચના કરવામાં આવી છે. ડ્રાફ્ટ પ્લાન્ટ બનાવી એક્સપોર્ટ અને વેગવંતુ બનાવવામાં આવશે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- તમે તમારા કામને નવું સ્વરૂપ આપવા માટે વધારે રચનાત્મક રીત અપનાવશો. આ સમયે શારીરિ રૂપથી પણ તમે પોતાને સ્વસ્થ અનુભવ કરશો. તમારા પ્રિયજનોની મુશ્કેલ સમયમાં તેમની મદદ કરવી તમને સુખ આપશે. નેગેટિ...

  વધુ વાંચો