ક્રાઇમ:કોડધા અને લોદરા ગામમાં જુગાર રમતાં 11 શુકનિ ઝડપાયા,5 ફરાર

પાટણએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • પોલીસ બંને સ્થળેથી 87600નો મુદ્દામાલ જપ્ત કર્યો

સમી પોલીસે બાતમી આધારે સોમવારે રેડ કરી કોડધા ગામની તળાવની પાળ ઉપર હારજીતનો જુગાર રમતા બે શકુનિને રોકડ રૂ.1900 સાથે ઝડપી પાડ્યા હતા. 5 શકુનિ ફરાર થઇ ગયા હતા. અા અંગે સમી પોલીસ મથકે 7 સામે ગુનો નોંધાયો હતો. જ્યારે સાંતલપુર તાલુકાના લોદરા ગામે રહેતા ઠાકોર અમરતજી કાનજી તેમના ઘર આગળ માણસો બોલાવી હારજીતનો જુગાર રમાડતો હોવાની બાતમી અાધારે સોમવારે પોલીસે રેડ પાડી જુગાર રમતા 9 શકુનિને રોકડ રૂ.31,700,7 મોબાઇલ અને 2 બાઇક મળી કુલ રૂ.85,700 સાથે ઝડપી પાડ્યા હતા. તમામ સામે વારાહી પોલીસ મથકે ગુનો નોંધાયો હતો.

જુગાર રમતાં ઝડપાયેલા અને ફરાર શકુની
કોડધા:- ઠાકોર નરસંગભાઇ હેમાભાઇ રહે.ગડસઇ, ઠાકોર રમેશભાઇ મગનભાઇ
ફરાર : ઠાકોર ચનુભાઇ હરીભાઇ, ઠાકોર વજાભાઇ હરીભાઇ,ઠાકોર સંગરામભાઇ ભોજાભાઇ, ઠાકોર ભીખાભાઇ સોડાભાઇ, ઠાકોર જયંતિભાઇ વેરશીભાઇ રહે.તમામ કોડધા
લોદરા :- ઠાકોર મણાભાઇ લાલાભાઇ , ઠાકોર લખમણભાઇ રામચંદભાઇ, ઠાકોર જગમાલભાઇ વધાભાઇ, ઠાકોર રમેશભાઇ વીરમભાઇ, રાવળ પ્રહલાદભાઇ લીલાભાઇ, ઠાકોર રમેશભાઇ ભેમાભાઇ, રાવલ સંજયભાઇ ફતેરામભાઇ, ઠાકોર પ્રતાપભાઇ દેવાભાઇ અને ઠાકોર અમરતજી કાનજી રહે. લોદરા

અન્ય સમાચારો પણ છે...