પાટણ શહેરમાં ખોખરવાડા ખાતે રહેતા ભાણાને ઝઘડામાં છોડાવવા ગયેલા મામાને ચાર શખ્સોએ આડેધડ માર મારી ઇજાઓ પહોંચાડી હતી. આ અંગે ઇજાગ્રસ્તે પાટણ એ ડિવિઝન પોલીસ મથકે ચાર શખ્સો સામે ફરિયાદ નોંધાવી હતી.
પાટણ શહેરમાં શ્રીકુંજ સોસાયટીમાં રહેતા મૂળ મીરા દરવાજા ભીલવાસ વતની શુભમકુમાર શંકરભાઇ રાણાના ભાણીયા ઉત્સવને ખોખરવાડા ખાતે કોઇ વાતની અદાવત રાખીને ગાળો બોલી જાતિ વિષયક અપમાનિત શબ્દો બોલી ગડદાપાટુ કરી રહ્યા હતા.
ત્યારે તેને છોડાવવા જતાં તેમને ચપ્પુ જેવુ ધારદાર હથિયાર માથામાં મારી ઇજાઓ પહોચાડીને લાકડી ધોકા વડે માર માર્યો હતો. ઇજાગ્રસ્તે પટેલ વ્રજ ભાવેશભાઇ, પટેલ ધાર્મિક દિનેશભાઇ, પટેલ વિશાલ અને પટેલ પ્રતિક રહે.પાટણ સામે અેટ્રોસિટીની ફરિયાદ નોંધાવી હતી. તપાસ ડીવાયએસપી આર.પી.ઝાલાએ હાથ ધરી હતી.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.