વિવાદ:ખાનપુરડા ગામમાં નજીવી બાબતે ધારિયાના ઘા ઝીંક્યા

પાટણ22 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • પાટણ પોલીસમાં ગામના શખ્સ સામે ફરિયાદ

પાટણ તાલુકાના ખાનપુરડા ગામે રવિવારે યુવાન ગામના શખ્સે તુ વારંવાર મારૂ ધ્યાન બહુ રાખે છે તેમ કહીને હુમલો કરીને ઇજાઓ પહોંચાડી હોવાની પાટણ તાલુકા પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી. પાટણ તાલુકાના ખાનપુરડા ગામે રહેતા વિજેશભાઇ કરશનભાઇ ચૌધરી તેઓના ઘરની આગળ તેની બેનના ભાણિયાને રમાડતા હતા.

ત્યારે ગામના ચાૈધરી સેમાભાઇ જેવતભાઇ ધારીયું લઇને આવીને કહેલા લાગ્યા કે તુ વારંવાર મારૂ ધ્યાન બહુ રાખે છે તેમ કહીં ઉશ્કેરાઇ જઇને ધારીયું જમણા હાથના કોણીના ઉપરના ભાગે બાવડાના ભાગે મારતાં બુમાબુમ કરતાં નજીકમાંથી લોકો દોડી આવી વધુ મારમાંથી છોડવ્યા હતા. ઇજાગ્રસ્તે પાટણ તાલુકા પોલીસ મથકે ચૌધરી સેમાભાઇ જેવતભાઇ સામે ફરિયાદ નોંધાવી હતી.પોલીસે ફરિયાદ આધારે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...