• Gujarati News
  • Local
  • Gujarat
  • Patan
  • In Khakhal Village Of Harij, A Two And A Half Year Memorandum Of Understanding Was Signed Between The Two Women Candidates For Sarpanch.

સમજૂતી કરાર:હારિજના ખાખલ ગામે સરપંચના બંને મહિલા ઉમેદવાર વચ્ચે ટાઈ પડતા અઢી વર્ષના સમજૂતી કરાર થયા

પાટણએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • પ્રથમ અઢી વર્ષ માટે ચિઠ્ઠી ઉછળી નીલાબેન શિવુજી ઠાકોરને વિજેતા જાહેર કરાયા

હારિજ તાલુકાના ખાખલ ગામમા સરપંચ માટે ચાર ઉમેદવારોએ દાવેદારી નોંધાવી હતી. જેમાં ચૂંટણી મતગણતરીમા મુખ્ય બે હરીફ કુંવરબેન દયાળભાઈ ઠાકોરને 777 મત મળ્યા હતા.જ્યારે હરીફ ઉમેદવાર નીલાબેન શુવુભાઈ ઠાકોરને 778 મત મળતા એક મતની સરસાઈ નીલાબેનને મળતા સામેના ઉમેદવાર કુંવરબેને રિકાઉન્ટીંગ માગણી કરી હતી.

ફરીથી રસપ્રદ મતગણતરી હાથ ધરવામાં આવી હતી.જેમાં ફરીથી મતગણતરીમાં બંને ઉમેદવારના 776 મત થતા ટાઈ પડી હતી.તાલુકાના સામાજિક કાર્યકર પોપટજી ઠાકોર અને અને ખાખલ ગામના અગ્રણીઓ મળી અઢી અઢી વર્ષ સમજૂતી કરવામાં આવી હતી.પ્રથમ અઢી વર્ષ માટે ચિઠ્ઠી ઉછાડવામાં આવી હતી. જેમાં નીલાબેન શિવુજી ઠાકોરને સરપંચ તરીકે જાહેર કરવામાં આવ્યા હતા.અને ગામની સમજુતીથી બંને ઉમેદવારને ગુલાલ ઉડાડી જીત મનાવી હતી

આ બાજું મોરબી જિલ્લાના વાંકાનેર તાલુકાના પાજ ગામના સરપંચ પદના બે ઉમેદવારોને એક સમાન મત મળતા ટાઈ સર્જાયા બાદ ઉચ્ચ અધિકારીઓની હાજરીમાં ચીઠ્ઠી નાખી વિજેતા જાહેર કરવામાં આવ્યા હતા. જ્યારે ળવદ તાલુકાની ગ્રામ પંચાયતોની મતગણતરી સમયે સરંભડા ગામના સભ્યપદના ઉમેદવાર જયંતીભાઈ ધરમશીભાઈ બાવળીયા અને તેમના હરીફ ઉમેદવાર રતાભાઈ ભરવાડને 41-41 મત મળતા બન્ને વચ્ચે ટાઈ સર્જાઈ હતી બાદમાં ચૂંટણીતંત્ર દ્વારા બન્ને ઉમેદવારો માટે ચિઠ્ઠી નાખવામાં આવતા જયંતીભાઈ ધરમશીભાઈ બાવળીયા વિજેતા બન્યા હતા.

અન્ય સમાચારો પણ છે...