ખેડૂતોમાં ચિંતા:ચાણસ્માના કંબોઈ ગામમાં એરંડાના પાકમાં ઇટળ અને કાળી જીવાત પડતા ખેડૂતો પરેશાન

પાટણ6 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • શિયાળુ પાકમાં મોટું નુકસાન થવાની ભીતિ ખેડૂતોમાં ચિંતાના ઘેરા વાદળો છવાયા

ગત ચોમાસામાં વધારે વરસાદ પડવાથી અને આ વર્ષે કમોસમી માવઠું થવાથી ખેડૂતોની ખેતી બગડી છે. ત્યારે ચાણસ્મા તાલુકાના કંબોઈ સીમ વિસ્તારમાં એરંડાના પાકમાં ઈયળો અને કાળી જીવાત પડતાં એરંડાના પાકના પાંદડા ખરવા લાગ્યા છે. જેના કારણે શિયાળુ પાકમાં મોટું નુકસાન થવાની દહેશતની સ્થિતિ ઉત્પન્ન થતા ખેડૂતોમાં ચિંતાના ઘેરા વાદળો છવાયા છે.

છેલ્લા બે વર્ષથી ખેડૂતોની ખેતી નિષ્ફળ છે, ત્યારે ચાણસ્મા તાલુકાના કંબોઇ ગામના ખેડૂતોએ તેમની મુશ્કેલી વર્ણવતા સરકાર પાસે ખેતીના પાકો પર જીવાતની અસર વર્તાઇ છે, તેનો સર્વે કરી ખેડૂતોને સહાય કરવા તેમની લાગણી વ્યક્ત કરી રહ્યા છે.

પાકમાં નુકસાન થવાની ભીતિ વ્યક્ત કરતા કંબોઈ ગ્રામ પંચાયતના સરપંચ સમરુભા સોલંકી અને અનિરુદ્ધ ભાઈ ઉપાધ્યાય જણાવ્યું હતું કે, તાજેતરમાં થયેલા કમોસમી માવઠા પછી કંબોઈ સીમ વિસ્તારમાં એરંડાના પાકમાં કાળી જીવાત અને ઈયળો પડવાના કારણે પાંદડા ખરવા લાગ્યા છે. જેના કારણે એરંડાના પાકમાં મોટું નુકસાન થવાની ભીતિ વર્તાઈ રહી છે. સરકાર દ્વારા નુકસાન થયેલા પાકનો સર્વે કરી ખેડૂતોને મદદ કરાય તેવી લાગણી વ્યક્ત કરી હતી.

અન્ય સમાચારો પણ છે...