રાવ:કામલીમાં પરસ્ત્રી સાથેના અનૈતિક સંબધોથી કંટાળી પત્નીએ પતિ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી

પાટણ2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • ચાણસ્મા પોલીસ મથકે પાંચ સામે ફરિયાદ

ઊંઝા તાલુકાના કામલી ગામની પરણિતાને સાસરીયામાં પતિને પરસ્ત્રી સાથે અનૈતિક સંબધો હોઈ ત્રસ્ત થઇને રિસાઇને ધીણોજ તેના પિયર આવી હતી. આ અંગે મહિલાએ ચાણસ્મા પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી. ચાણસ્મા તાલુકાના ધીણોજ ગામે રહેતા ભગવતીબેન બાબુલાલ પરમારના લગ્ન ઊંઝા તાલુકાના કામલી ગામે રહેતા રજનીકાંન્ત પરસોતમદાસ સોલંકી સાથે થયા હતા. પરંતુ મહિલાના પતિને પરસ્ત્રી સાથે અનૈતિક સંબૈધો હોઈ જે બાબતે મહિલા તેના પતિને સમજાવતા તેઓ માન્યા ન હતા.

જેથી પરણિતા સાસરીમાંથી રીસાઇને તેના પિયર ધીણોજ આવી હતી. આ અંગે ચાણસ્મા પોલીસ મથકે પતિ રજનીકાંન્ત પરસોતમદાસ સોલંકી, પશીબેન પરસોતમદાસ સોલંકી, કામીનીબેન ઉતમભાઇ વણકર, જસવંતલાલ પરસોતમભાઇ સોલંકી અને રમીલાબેન પરસોતમભાઇ સોલંકી રહે.પાંચેય કામલી તા.ઊંઝા સામે ફરીયાદ નોંધાવી હતી. જેની તપાસ એેએસઆઇ મેતુભા સદાજી ચલાવી રહ્યા છે. 

અન્ય સમાચારો પણ છે...