તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ભાવ વધારો:માત્ર 10 દિવસમાં દિવેલાના ભાવમાં પ્રતિ મણે રૂ. 40નો વધારો

પાટણ23 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ભાવ વધવાની આશાએ ખેડૂતોએ જથ્થો પકડી રાખતા યાર્ડોમાં આવકો ઘટી

દિવેલાના ભાવમાં છેલ્લા દસેક દિવસમાં પ્રતિ મણે રૂ.40નો વધારો થતાં ખેડૂતોને દિવેલાની ખેતીમાં મોટો ફાયદો થયો છે. જો કે, હજુ પણ ભાવ વધવાની આશાએ મોટા ખેડૂતોએ દિવેલાનો જથ્થો પકડી રાખ્યો છે. જેના કારણે માર્કેટયાર્ડોમાં દિવેલાની આવક ઘટી રહી છે.

10 દિવસ અગાઉ દિવેલાના પ્રતિ મણના રૂ.1000 થી 1020 સુધીના ભાવ હતા તે તબક્કાવાર ધીમે ધીમે વધી મંગળવારે 1035થી 1065 સુધી પહોંચી ગયા છે. ખેડૂતોને છેલ્લા દસ દિવસમાં પ્રતિ મણે રૂપિયા 40નો વધારો મળતા આનંદની લહેર પ્રસરી છે. જો કે, હજુ પણ ભાવ વધવાની આશાએ મોટા ખેડૂતો એરંડા નું વેચાણ કરતા નથી જેના કારણે પાટણ અને હારિજ માર્કેટયાર્ડમાં દિવેલા ની આવક ઘટી રહી છે મંગળવારે હારીજ માર્કેટ યાર્ડમાં માત્ર 1500 બોરી અને પાટણ માર્કેટયાર્ડ માં 4605 બોરીનો જથ્થો આવ્યો હતો. જોકે આ તેજીનો નાના ખેડૂતોને ફાયદો થયો નથી કારણકે નાના ખેડૂતો એ ઉત્પાદન થતાની સાથે એરંડાનું વેચાણ કરી દીધું હોવાથી ફાયદો થયો નથી.

તેલીબીયા બજાર ઉચકાતા ભાવ વધ્યા
આ અંગે હારીજ માર્કેટ યાર્ડના સેક્રેટરી નરસીભાઇ ચૌધરીએ જણાવ્યું હતું કે વિવિધ તેલના ભાવ વધતા તેની સાથે દિવેલા ના ભાવ પણ ઊંચકાયા છે આ વખતે ભાવ સ્થિરતાથી વધી રહ્યા છે સટ્ટા બજાર ના કારણે વધ્યા નથી.

અન્ય સમાચારો પણ છે...