ઉત્તરાયણના દિવસે જ પાટણના રાજા જયસિંહનું નિધન થયું હોવાથી તેઓના માનમાં આ આજે સિદ્ધપુર શહેરમાં શોક પાળવામાં આવે છે. જેને લઈ ઉત્તરાયણના દિવસે સિદ્ધપુર શહેરમાં પગંત ઉડતા નથી. લોકો પતંગ ઉડાડવાને બદલે દાન પુણ્ય કરે છે. તો ઘણા લોકો પતંગ ઉડાડવા માટે પાટણ, મહેસાણા કે અન્ય શહેરોમાં સગાસંબંધીઓને ત્યાં જતા હોય છે.
ઉત્તર ગુજરાતમાં આવેલ પાટણ જિલ્લાની ઐતિહાસિક નગરી સિદ્ધપુરમાં નોખી અનોખી પરંપરાઓ જોવા મળે છે. જ્યાં આ નગરીમાં દરેક તહેવારો હોય કે પ્રસંગો ધામ ધુમથી ઉજવવામાં આવે છે. ઉત્તરાયણ ના દિવસે ગુજરાતના તમામ નાના મોટા શહેરો તથા ગામડાઓમાં પતંગ ચગાવવામાં આવે છે. પરંતુ એકમાત્ર સિદ્ધપુરમાં આ દિવસે પતંગ ચગતો નથી જયારે ઉત્તરાયણના બદલે દશેરાના દિવસે લોકો પતંગ ચગાવે છે. જેથી ઉત્તરાયણના દિવસે આકાશ કોરું ભાસે છે. ઉત્તરાયણના દિવસે સમગ્ર ગુજરાતના તમામ શહેરો ના આકાશ રંગબેરંગી પતંગોથી છવાયેલા હોય છે. જેથી આ ઉત્તરાયણના પર્વને મનાવવા સિદ્ધપુર વાસીઓ શહેર છોડીને બહાર ગામ જાય છે.
આ દિવસે નગરજનો પુણ્યદાન કરી ઊંધિયું જલેબીની જ્યાફત ઉઠાવે છે. જયારે ઠેર ઠેર મોહલ્લાઓના રહીશો કુતરાઓ માટે લાડુ બનાવી ખવડાવવા માં આવે છે અને ગાયોને ઘાસચારા અને પૂળા ખવડાવી લોકો દાનપુણ્ય કરે છે. સિદ્ધપુરમાં ઉત્તરાયણના દિવસે પતંગ નહિ ચગાવવા પાછળ એક લોકવાયકા મુજબ પ્રતાપી રાજા સિદ્ધરાજ જયસિંહ નું અવસાન થયું હોવાથી પોતાના રાજાના અવસાનથી વ્યથિત લોકો પતંગ ઉડાડવાને બદલે દાન પુણ્ય કરે છે. ઉત્તર ગુજરાતના એકમાત્ર શહેર સિદ્ધપુરમાં ઉત્તરાયણના દિવસે પતંગ રસિયાઓ અમદાવાદ, સુરત, મહેસાણા, પાટણ, સહિત અલગઅલગ શહેરોમાં જઈ પતંગ ચકાવે છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.