આત્મહત્યા:હારીજના વાઘેલ ગામે પરિણિતાએ અગમ્ય કારણોસર ઝેરી દવા ગટગટાવી, સારવાદ દરમિયાન મોત

પાટણ12 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • હારીજ પોલીસે અકસ્માતે મોતનો ગુનો નોંધી તપાસ હાથ ધરી

હારીજ તાલુકાના વાઘેલ ગામે પરિણીતાએ અગમ્ય કારણોસર ઝેરી દવા પી લીધી હતી. જેથી તેને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી. જ્યા સારવાર દરમિયાન તેનું મોત નિપજ્યું હતું. ત્યારે પોલીસે આ અંગે અકસ્માતે મોતનો ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

આ બનાવની મળતી માહિતી મુજબ ડીસા તાલુકાના નેસડા ગામના ઠાકોર જોરાજી લક્ષ્મણજીની 20 વર્ષીય દીકરીના લગ્ન હારીજ તાલુકાના વાઘેલ ગામે સમાજના રીત રિવાજ અનુસાર કરવામાં આવ્યાં હતા. જોકે, પરિણિતાએ કોઈ અગમ્ય કારણોસર ઝેરી દવા ગટગટાવી લેતા લથડેલી હાલતમા તેણીને દવાખાને લઈ જવાઈ હતી. જ્યાં સારવાર હાથ ધરવામાં આવી હતી, પરંતુ ઝેરી દવાની અસર વધુ થતા તેનું સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું.

આ બનાવની જાણ થતાં જ મૃતકના પિયરપક્ષના લોકો પણ વાઘેલ દોડી આવ્યાં હતા અને દીકરીના અકાળે મોતથી ઘેરા શોકમાં ડૂબી ગયા હતા. તો બનાવ અંગે તેના પિતાએ હારીજ પોલીસને જાણ કરતા પોલીસે અ.મોત નં-22/21 સીઆરપીસી 174 મુજબ નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...