નિમણૂક માટે માંગ:હારીજમાં મામલતદારની ખાલી પડેલી જગ્યાએ નવા મામલતદાર નિમણૂક કરવાની માંગ ઉઠી

પાટણએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • મામલતદાર વય મર્યાદાને લઈને નિવૃત્ત થયા બાદ નવીન મામલતદારની નિમણૂક હજુ સુધી ન કરાતાં અરજદારોને હાંલાકી

પાટણ જિલ્લાનુ તાલુકા મથક હારીજ એક વેપારી મથક હોય અવાર નવાર વેપારીઓ સહિત અરજદારોને મામલતદાર કચેરીના કામ કાજ માટે મામલતદાર કચેરી ખાતે આવવું પડતું હોય છે. ત્યારે હારીજ મામલતદાર તા.30/7/2021 ના રોજ વય મર્યાદાને લઈને નિવૃત થતા તેઓની ખાલી પડેલી જગ્યા ઉપર કાયમી મામલતદારની આજદિન સુધી નિમણૂક કરવામાં ન આવતા કચેરીના કામકાજ માટે આવતા અરજદારોને હાલાકી ભોગવવી પડી રહી છે. જેથી હારીજ મામલતદારની કાયમી નિમણૂક કરવામાં આવે તેવી લોક માંગ ઉઠી છે.

હારીજ મામલતદાર કચેરીમાં ફરજ બજાવતા મામલતદાર તાજેતરમાં વય મર્યાદાને લઈને નિવૃત્ત થતાં તેઓની જગ્યાએ આજદિન સુધી નવા મામલતદારની નિમણુક કરવામાં આવી ન હોવાથી વેપારીઓ સહિત અરજદારોના કામો અટકી પડ્યા છે અને તેનાં કારણે હાલાકી પણ ભોગવવી પડી રહી હોય ત્યારે તાત્કાલિક ધોરણે હારીજ મામલતદારની કાયમી નિમણૂક કરવામાં આવે તેવી માંગ ઉઠવા પામી છે.

હારીજ બજારના વેપારી દિનેશભાઈ ઠાકરે જણાવ્યું હતું કે, છેલ્લા કેટલાક દિવસોથી હારીજ મામલતદાર કચેરીમાં કાયમી મામલતદારની નિમણુક કરવામાં આવી ન હોવાથી વેપારીઓ સહિત અરજદારોને હાલાકી ભોગવવી પડી રહી છે. ત્યારે હારીજ મામલતદાર કચેરીમાં કાયમી મામલતદારની તાત્કાલિક ધોરણે જગ્યા ભરવામાં આવે તો લોકોની હાલાકી દૂર થઈ શકે તેમ હોવાનું તેઓએ જણાવ્યું હતુ.

અન્ય સમાચારો પણ છે...