મહિલા અને બાળકીને નવજીવન:હારીજમાં પ્રસવ પીડા ભોગવતી મહિલાની 108માં જ ઈએમટી અને પાયલોટે નોર્મલ ડિલિવરી કરાવી

પાટણએક મહિનો પહેલા
  • કૉપી લિંક

પાટણ શહેર સહિત સમગ્ર જિલ્લામાં 108ની આરોગ્ય લક્ષી કામગીરી સરાહનીય બની છે, ત્યારે ગતરોજ હારીજની 108ની ટીમ દ્વારા પ્રસવ પીડા ભોગવતી મહિલાની 108માં જ નોર્મલ ડિલિવરી કરાવી મહિલા અને બાળકીને નવજીવન આપ્યું હતું.

મહિલાના પરિવારજનોએ આભાર વ્યક્ત કર્યો
આ બાબતે મળતી હકીકત મુજબ હારીજ તાલુકાના નાના ગામે રહેતા ઠાકોર પરિવારની મહિલાને ગત રાત્રીના સુમારે પ્રસુતિનો દુખાવો ઉપાડતા પરિવારજનો દ્વારા હારીજ 108ને કોલ કરાતા 108ના પાયલોટ કમલેશ પટેલ અને ઇએમટી ધીરેન્દ્ર સોલંકી તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી પ્રસવ પીડા ભોગવી રહેલી મહિલાને હોસ્પિટલ ખાતે ખસેડવાની તજવીજ હાથ ધરી હતી. આ દરમિયાન મહિલાને એકદમ ડીલેવરીનો દુખાવો ઉપડતા 108 ના પાયલોટ અને ઇએમટીએ મહિલાની નોર્મલ ડિલિવરી 108 માં જ કરાવી બાળકીનો તેમજ મહિલાનો જીવ બચાવી વધુ સારવાર માટે હોસ્પિટલમાં ખસેડ્યા હતા. હારીજ 108ના પાયલોટ અને ઇએમટીની આરોગ્ય લક્ષી સેવાને મહિલાના પરિવારજનોએ સરાહનીય કામગીરી બદલ આભાર વ્યક્ત કર્યો હતો.

અન્ય સમાચારો પણ છે...