તપાસ:હારિજમાં અદાવતમાં ચાર શખ્સોએ મહિલાને મારમાર્યો

પાટણએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • હારિજ પોલીસ મથકે ચાર સામે ફરિયાદ નોંધાવાઇ

હારિજના ઇન્દિરાનગરમાં શનિવારે અદાવતનુ મન:દુખ રાખીને ચાર શખ્સો મહિલાને ગડદાપાટુ માર માર્યો હતો. આ અંગે ઇજાગ્રસ્તે હારિજ પોલીસ મથકે ચાર શખ્સો સામે ફરિયાદ નોંધાવી હતી.

પાટણના વતની અને હારિજ રહેતા લતાબેન મહેશભાઇ સોલંકી તેમના પતિ મહેશભાઇ સાથે હારિજના ઇન્દીરાનગર ખાતે તેમની મોટી મા ખેમીબેનના ખબર પુછવા સારૂ ગયા હતા દરમ્યાન વિસ્તારમાં રહેતા રમીલાબેન અગાઉની બાબતનુ મન દુ:ખ રાખાનીને ઉશ્કેરાઇ જઇને ચાર શખ્સોઅે લતાબેન ગડદાપાટુનો માર મારતા બુમા બુમ કરતા લોકો વચ્ચે પડી છોડવ્યા હતા.

તેમના પતિ બન્ને રિક્ષા કરેને ધારપુર હોસ્પિટલ ખાતે દવાખાને આવ્યા હતા આ અંગે ઇજાગ્રસ્તે હારિજ પોલીસ મથકે સોલંકી રમીલાબેન ડાહ્યાભાઇ, સોલંકી ગીતાબેન ડાહ્યાબેન, સોલંકી દિપીકાબેન ડાહ્યાભાઇ અને સોલંકી કુલદીપભાઇ ડાહ્યાભાઇ રહે.હારીજ સામે ફરિયાદ નોંધાવી હતી. તપાસ અધિકારી હેડ કોન્સ્ટેબલ ભોજાભાઇ ગેલાભાઇ ભરવાડ ચલાવી રહ્યા છે.પોલીસે આ મામલે તપાસ શરૂ કરી છે.

અન્ય સમાચારો પણ છે...