તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

વિવાદ:પાટણના હાંસાપુરમાં પ્રેમસંબધ મુદ્દે 2 પરિવારો ઝઘડ્યા,2ને ઈજા

પાટણએક મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
  • પાટણ બી ડીવિઝન પોલીસમાં સામ સામે 15 શખ્સો સામે ફરિયાદ

પાટણના હાંસાપુર રહેતા પરમાર પરિવાર વચ્ચે છોકરા છોકરીના પ્રેમસંબંધને લઇને બે પરિવાર સામસામે અાવી ગયા હતા. ધોકા લાકડી વડે અાડેધડ માર મારી ઇજાઅો પહોંચાડી હતી. અા અંગે બંને પક્ષોઅે પાટણ બી ડીવિઝન પોલીસ મથકે સામ સામે 15 સભ્યો સામે ફરિયાદ નોંધાવી હતી.પાટણના હાંસાપુર ખાતે રહેતા હરેશભાઇ કાનજીભાઇ પરમારને શનિવારે 6 શખ્સો મળીને કહ્યું કે તુ મારી બહેન સાથે પ્રેમ સબંધ રાખવામાં કેમ કહે છે અાપણે ઘર ઘરના છીઅે, કેમ ઝગડો છો જો મારા દિકરાનો કંઇપણ વાંક હશે તો હંુ તેને સમજાવીશ તેમ કહેતા લોખંડની પાઇપ વડે ધોકા વડે માર મારી ઇજાઅો કરી હતી.

અા અંગે ઇજાગ્રસ્તોઅે પાટણ બી ડીવીઝન પોલીસ મથકે 6 શખ્સો સામે ફરિયાદ નોંધાવી હતી. જ્યારે સામ પક્ષે નિતેશકુમાર મુકેશભાઇ પરમારેે શનિવારે શખ્સો સામે તકરાર ચાલતી હતી ત્યારે કહ્યું કે દિક્ષીતાબેનને કેતન સાથે પ્રેમ સબંધ છે તેમ કહેતા 9 શખ્સો ઉશ્કેરાઇ ધોકા તેમજ ગદડાપાટુનો માર મારી ઇજાઅો પહોંચાડી હતી.અા અંગે ઇજાગ્રસ્તે પાટણ બી ડીવીઝન પોલીસ મથકે 9 શખ્સો સામે ફરિયાદ નોંધાવી હતી. તેની તપાસ અધિકારી પીઅેસઅાઇ વી.અેસ.પટેલ જણાવ્યુ હતુ કે અા ઝઘડામાં બે વ્યક્તી વધારે ઇજાઅો બાકીના ચાર વ્યકતીને નાની મોટી ઇજાઅો થઇ હતી.

સામ સામે 15 સામે ફરિયાદ
પરમાર સાહિલકુમાર મુકેશભાઇ,
પરમાર નિતેશકુમાર મુકેશભાઇ,
પરમાર મયંકકુમાર વિશાલભાઇ,
પરમાર મુકેશભાઇ મોહનભાઇ,
પરમાર વિશાલભાઇ મોહનભાઇ,
પરમાર વિજયકુમાર મોરારભાઇ
પરમાર રાજકુમાર હરેશભાઇ,
પરમાર દિપકુમાર રમેશભાઇ,
પરમાર મીતકુમાર રમેશભાઇ,
પરમાર કિરણભાઇ નારણભાઇ,
પરમાર હરેશભાઇ કાનજીભાઇ,
પરમાર કલ્પેશકુમાર કુબેરભાઇ,
પરમાર રમેશભાઇ કાનજીભાઇ,
પરમાર, નરેશભાઇ કુબેરભાઇ,
પરમાર ધવલકુમાર કલ્પેશભાઇ

અન્ય સમાચારો પણ છે...