મહિલા સરપંચ:પાટણના ગોલાપુર ગામમાં 6 મહિલાઓ બહુમતી સાથે ગામમાં સત્તા સંભાળશે

પાટણએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ગામની બોડીમાં મહિલા સરપંચ અને 5 મહિલા સભ્યો,3 પુરુષ સભ્યો

પાટણના ગોલાપુર ગામે સરપંચ અને 8 વોર્ડની ચૂંટણીમાં ગામના બે વોર્ડ બિનહરીફ થતા ગામમાં સરપંચ પદ માટે બે મહિલાઓ અને એક વોર્ડમાં બે પુરુષ ઉમેદવાર તેમજ અન્ય 5 વોર્ડમાં 10 મહિલાઓ ચૂંટણી લડી હતી. ત્યારે હવે પરિણામ જાહેર થતા સરપંચ સહિત વોર્ડની 5 મહિલાઓ મળી બોડીમાં 6 મહિલાઓ હોય અન્ય સભ્યો સાથે મળી ગામની સુકાન સંભાળશે. ગોલાપુર ગામે ગ્રામ પંચાયતમાં સરપંચ દાવેદારીમાં હરીફ ઉમેદવાર સામે ઠાકોર વાલીબેન દિલીપસિંહ 32 મતોથી વિજેતા થયા હતા. યોજાયેલ 6 વોર્ડની ચૂંટણીમાં એક વોર્ડમાં બે પુરૂષ ઉમેદવાર પૈકી કિર્તીસિંહ વિજેતા થયા હતા.

અન્ય 5 વોર્ડમાં મહિલાઓ વચ્ચે જંગ હતો. જેમાં વોર્ડ 2માં લક્ષ્મીબેન ઠાકોર 12 મતથી, વોર્ડ 3માં ભાવનાબા 5 મતથી, વોર્ડ 4માં ભારતીબેન 13 મતથી, વોર્ડ 5માં મંગુબેન 10 મતથી અને વોર્ડ 6 માં આશાબેન 10 મતથી વિજેતા થયા હતા. આમ ગ્રામ પંચાયતની બોડીમાં સરપંચ સહિત 5 મહિલા સભ્યો મળી છ મહિલાઓ બહુમતી સાથે વિજેતા બની છે. વિજેતા સરપંચ વાલીબેને જણાવ્યું હતું કે ગ્રામ પંચાયતની બોડીમાં સૌથી વધુ મહિલાઓ હોય સાથે મળી ગામમાં વિકાસ અને સુવિધાઓ માટે તમામ વિજેતા ઉમેદવાર સાથે મળી કામ કરીશું.

અન્ય સમાચારો પણ છે...