તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

વિવાદ:સાંતલપુરના ગોખાંતરમાં ગ્રામજનોએ પાકા રસ્તા માટે લેખીત બાંહેધરી માંગી

વારાહી18 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • મતદાન નહી કરી ચૂંટણી બહિષ્કારની ચીમકીથી સ્થાનિક તંત્ર દોડતું થયું
  • તાલુકા વિકાસ અધિકારીએ કહ્યું લેખીત આપવાની સત્તા મારી નથી, મતદાન કરવા સમજાવ્યા પણ માનતા નથી

પાટણ જિલ્લાના સાંતલપુર તાલુકાના ગોખાંતર ગામડીના લોકો દ્વારા ગામના પાકા રસ્તાની માંગણીને લઇને સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં મતદાન નહીં કરવાના નિર્ણયથી તાલુકા વિકાસ અધિકારી દ્વારા ગામની મુલાકાત લેવામાં આવી હતી. પરંતુ પાકા રોડ બાબતે ગ્રામજનોએ લેખિત બાંહેધરી માગતા તાલુકા વિકાસ અધિકારી લીલા તોરણે પાછા ફર્યા હતા.સાંતલપુર તાલુકાના ગોખાતર ગામડીના લોકોને તાલુકા મથક જવા માટેનો લીમગામડા સુધીનો માર્ગ ડામર રોડ બનાવવા વર્ષોથી ગ્રામજનો દ્વારા વારંવાર તંત્ર પાસે માંગ કરવામાં આવી હતી.

પરંતુ તંત્ર દ્વારા ગ્રામજનોની માંગ સ્વીકારવામાં ન આવતા ગ્રામજનો દ્વારા આગામી જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતની ચૂંટણીમાં મતદાન નહીં કરીએ તેવા બેનરો ગામના પ્રવેશ દ્વાર પર લગાવવામાં આવ્યા હતા. જેને લઈ સાતલપુર તાલુકા વિકાસ અધિકારી રેવન્યુ તલાટી પંચાયત તલાટી ગોખાતર દોડી ગયા હતા. અને ગ્રામજનોની મુલાકાત લઈ મતદાન કરવા સમજાવ્યા હતા. પરંતુ લોકો રોડ માટેની પોતાની માંગ પર અડગ રહ્યા હતા. જ્યાં સુધી ગામનો પાકો રોડ નહીં બને ત્યાં સુધી મતદાન કરીશું નહી તેવું તાલુકા વિકાસ અધિકારીને જણાવ્યું હતું.

જ્યારે ગ્રામજનોએ ડામર રોડ બનાવી આપવાની લેખિત બાહેધરી માંગી હતી. તાલુકા વિકાસ અધિકારી દેવેનભાઈ પટેલે જણાવ્યું કે ગામ લોકોએ અમારી પાસે રોડ બની જાય તેવું લેખિતમાં આપવા કહ્યું હતું પણ લેખિત આપવાનો અધિકાર મને નથી. તો ગામ લોકોએ સક્ષમ અધિકારી લેખિત આપશે તો જ અમે મતદાન કરીશું તેમ જણાવી ગામ લોકો માનવા માટે તૈયાર ન થયા હતા.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- આજે આર્થિક યોજનાઓને ફળીભૂત કરવાનો યોગ્ય સમય છે. સંપૂર્ણ આત્મવિશ્વાસ સાથે તમારી ક્ષમતા પ્રમાણે કામ કરો. જમીનને લગતી ખરીદદારી કે વેચાણનું કામ પૂર્ણ થઇ શકે છે. વિદ્યાર્થીઓને કરિયરને લગતી કોઇ સમ...

    વધુ વાંચો