તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ફરિયાદ:ગોવના ગામે રેશનિંગનો જથ્થો માંગતા પતિ અને સસરાએ મહિલાને માર માર્યો

પાટણ2 મહિનો પહેલા
 • કૉપી લિંક
 • પતિ ઘઉ અને ચોખા લાવતાં પત્નીએ માંગ્યો હતો

હારીજના ગોવના ગામની પરણિતાઅે પતિ પાસે રેશનીંગનો સામાન માગતા પતિ તેમજ સસરાઅે લાકડી વડે માર મારતાં મહિલાઅે હારીજ પોલીસ મથકે પતિ અને સસરા સામે ફરીયાદ નોંધાઇ હતી. ગોવના ગામનાં મુમતાબેન પ્રકાશભાઇ રબારી પરીવાર સાથે રહે છે.

તેમના લગ્ન જીવન પાંચ વર્ષ અેક દિકરો ત્રણ વર્ષ છે, જ્યાં મંગળવારે બપોરે તેમના પતિ રેશનીંગની દુકાનેથી ઘઉ, ચોખાનો સામાન લાવેલ હોય ત્યારે પત્નીઅે કહેલ કે સામાન મને અાપજો ત્યારે તેના પતિઅે કહ્યુ કે ભેગુ રહેવુ હોય તો ભેગી રહે તને કશુ મળશે નહિ તેમ કહિને લાકડી વડે પત્નીને માર માર્યો હતો, ત્યારે મહિલાના સસરાઅે પણ લાકડી વડે મહિલાને માર માર્યો હતો. આ અંગે ઇજાગ્રસ્ત મહિલાઅે હારીજ પોલીસ મથકે પતિ પ્રકાશભાઇ બાબુભાઇ રબારી અને રબારી બાબુભાઇ વાઘુભાઇ સામે ફરિયાદ નોંધાઇ હતી.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આર્થિક સ્થિતિમાં સુધાર લાવવા માટે તમે તમારી કોશિશમાં થોડો પરિવર્તન લાવશો અને તેમાં તમને સફળતા પણ મળશે. થોડો સમય ઘરના બગીચામાં તથા બાળકો સાથે પસાર કરવાથી માનસિક સુકૂન મળી શકશે. કોઇ મિત્ર સાથે...

  વધુ વાંચો