હાથાપાઈ:દુનાવાડા ગામે ખેતરની વાડ બબાતે મહિલાને માર માર્યો

પાટણ2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • હારીજ પોલીસ મથકે ત્રણ સામે પોલીસ ફરિયાદ નોંધાઈ

હારીજ તાલુકાના દુનાવાડા ગામની મહીલાના ખેતરમાં તેમના ગામના શખ્સે ટ્રેક્ટર મારફતે થોરીયા પાડી નાખતાં તે બાબતે મહીલા ઠપકો આપવા ગઇ હતી. જેને ગડદાપાટુનો માર માર્યો હતો. આ અંગે મહીલાએ હારીજ પોલીસ મથકે ત્રણ શખ્સો સામે ફરિયાદ નોંધાવી હતી. હારીજના દુનાવાડા ગામે રહેતા ગંગાબેન નટવરભાઇ પરમાર તેમના ખેતરમાં શુક્રવારે સાંજે ભેંસો દોહવા સારૂ ગયેલ હતા. તે દરમ્યાન ગામના જ દશરથભાઇ પરમાર ટ્રેક્ટર લઈ પસાર થતા હોઈ ખેતરના થોરીયા પાડી નાખતા તેઓ ઠપકો આપવા ગયાં હતાં. 

તે વખતે ગાળો બોલી ગડદાપાટુનો માર મારી શરીરે ઇજાઓ પહોચાડી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. આ બનાવ અંગે મહિલાએ હારીજ પોલીસ મથકે પરમાર દશરથભાઇ બાબરભાઇ, પરમાર ભરતભાઇ બાબરભાઇ અને પરમાર બાબરભાઇ લવજીભાઇ સામે ફરિયાદ નોંધાવતાં પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. મહિલાને શરીરે માર મારી ઈજાઓ પહોંચાડી મારી નાંખવાની ધમકી આપી હતી.

અન્ય સમાચારો પણ છે...