ક્રાઇમ:ધ્રાંડવા ગામે ખેતરમાં ચાલવા બાબતે યુવાનને ધારિયું માર્યું

પાટણ5 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • યુવાનને માથામાં 20 અને કપાળમાં 4 ટાંકા આવ્યા
  • વારાહી પોલીસે હુમલાખોર સામે ગુનો નોંધી તપાસ હાથ ધરી

સાંતલપુરતાલુકાના ધ્રાંડવા ગામે ખેતરમાં ચાલવા બાબતે ઘારીયા વડે યુવાન પર હુમલો કરાતાં ટકા માથામાં અાવ્યા હતા. અા અંગે વારાહી પોલીસે ગુનો નોંધ્યો છે.

ધ્રાંડવા ગામે રહેતા અનુપભાઇ સરતાનભાઇ ઠાકોર બુધવારે સવાર તેમના ખેતરે જવા ગામના પ્રભુભાઇ બાદરભાઇ ઠાકોરના ખેતરમાંથી નિકળતો હતો તે સમયે પ્રભુભાઇ ખેતરમાં ધારીયુ લઇને વાડ કરતા હોઈ ઉશ્કેરાઇ કહેવા લાગ્યા કે ખેતરમાંથી કેમ નિકળે છે. તેમ કહિ અેકદમ ઉશ્કેરાઇ ધારીયા વડે હુમલો કરતાં અનુપભાઇને માથાના તેમજ કભાના ભાગે ઈજા પહોંચી હતી. તેમજ જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. યુવાનને રાધનપુર ખાનગી હોસ્પિટલ ખસેડાયો હતો. જેને માથાના ભાગે 22 ટાંકા તેમજ ખભાના ભાગે ચાર ટાંકા અાવ્યા હતા. અા અંગે ઇજાગ્રસ્તે વારાહી પોલીસ મથકે પ્રભુભાઇ બાદરભાઇ ઠાકોર સામે ગુનો નોંધાયો હતો.

અન્ય સમાચારો પણ છે...