તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

રાહતના સમાચાર:ધારપુરમાં 30થી 35 કલાકનું વેઈટિંગ ઘટતાં દર્દીને ઝડપી સારવાર મળતી થઈ

પાટણ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
સિવિલ બહાર દર્દીઓને દાખલ થવાની રાહમાં. - Divya Bhaskar
સિવિલ બહાર દર્દીઓને દાખલ થવાની રાહમાં.
  • 48 થી 60 કલાકનું વેઈટિંગ ઘટી 10થી 12 કલાક થયું

ધારપુર સિવિલ હોસ્પિટલના રજિસ્ટ્રેશનમાં શનિવારે ક્રિટીકલ દર્દીઓનું 80 વેઈટિંગ હતું, રવિવારે 9 વધીને 89 થયું. તો નોર્મલ દર્દીઓમાં છેલ્લા 3 દિવસમાં 92 વેઈટિંગ છે. અહીં 15 દિવસ પહેલાં 48 થી 60 કલાકે દર્દીનો નંબર આવતો હતો, તે હવે માત્ર 10 થી 12 કલાકમાં દર્દીને દાખલ કરી દેવાય છે તેવું 108ના પ્રવિણભાઈએ જણાવ્યું હતંુ. અહીં એમ્બ્યુલન્સની લાઇનો પણ ઘટી રહી છે.હાલની સ્થિતિમાં સ્થળ પર માત્ર 20 ક્રિટીકલ દર્દીઓ હાજર જોવા મળ્યા હતા. જ્યારે નોર્મલ માત્ર 10 દર્દી હતા.

રજીસ્ટરમાં નામ નોંધણી કરાવનાર દર્દીના સગા વારંવાર પૂછવા આવતા જોવા મળે છે, નંબર નજીક જણાતાં તૈયાર થઈને બેઠેલા જોવા મળ્યા હતા.સિદ્ધપુર તાલુકાના સેદ્રાણા ગામનાં હીરાબેન રૂગનાથભાઈ પરમાર (52)ને કાકોશી પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં ચાર દિવસ સારવાર આપ્યા બાદ વધુ સારવાર માટે શનિવારે બપોરે ધારપુર લવાયાં હતાં.

પરંતુ રવિવારે સવારે 10 વાગે વેઇટિંગમાં જ મોત થયું હોવાનું મૃતકના પુત્ર મહેશભાઈ પરમારે જણાવ્યું હતું. કોરોના વોર્ડમાં દાખલ દર્દી હરિભાઈ હરજીભાઈ ઠાકોર ઓક્સિજન સાથે સારવાર પર છે. ત્રીજા માળે ઓક્સિજનનું પ્રેસર ઓછું આવતું હોઇ દર્દીને તકલીફ પડતી હોઈ વારંવાર તેમના સ્વજનો ડોક્ટરોને બોલાવવા દોડાદોડ કરતા જોવા મળ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...