વાવાઝોડું:પાટણ-ચાણસ્મામાં ભારે પવન ફુંકાતા માર્કેટયાર્ડમાં દુકાનોના પતરા અને શેડ ઉડ્યા, વાદળા થતાં ખેડૂતો ચિંતામાં મૂકાયા

પાટણ2 મહિનો પહેલા
  • પાટણ જિલ્લામાં વરસાદી વાતાવરણને લઈ ખેડૂતો ચિતિંત
  • સોમવારે અમરેલી જિલ્લામાં કમોસમી વરસાદ વરસ્યો હતો

રાજ્યના અનેક જિલ્લાઓમાં હાલ ગરમીના યલો એલર્ટ જાહેર થઈ રહ્યા છે. તેની વચ્ચે ગઇકાલે અમરેલી જિલ્લામાં કમોસમી વરસાદ વરસતા આશ્ચર્ય સર્જાયું હતું. જ્યારે આજે પાટણ જિલ્લામાં ભારે પવન સાથે વરસાદી માહોલ છવાયો છે. પાટણના ચાણસ્મામાં વાવાઝોડું આવતાં માર્કેટયાર્ડમાં દુકાનોના પતરા અને શેડ ઉડ્યા હતા.

જિલ્લાઓમાં વરસાદી વાતાવરણ સર્જાયું
હાલ રાજ્યમાં કાળઝાળ ગરમી પડી રહી છે. ત્યારે કેટલાક જિલ્લાઓમાં કમોસમી વરસાદનું વાતાવરણ સર્જાતા ખેડૂતો ચિંતામાં મૂકાયા છે. ગઇકાલે અમરેલી જિલ્લામાં કમોસમી વરસાદ આવ્યા બાદ આજે ઉત્તર ગુજરાતમાં વરસાદી વાતાવરણ સર્જાયું છે.

દુકાનોના શેડ ઉડી ગયા
પાટણ જિલ્લાના ચાણસ્મામાં બપોરના સમયે વાવાઝોડુ આવતાં માર્કેટયાર્ડની દુકાનોના પતરા અને સેડ ઉડ્યાં હતા. સેડ ઉડવાના સીસીટીવી પણ સામે આવ્યાં છે. જોકે, સદનસીબે આજુ બાજુ કોઇ ન હોવાથી જાનહાનિ ટળી હતી.

સોમવારે અમરેલી જિલ્લામાં કમોસમી વરસાદ પડ્યો
ગઇકાલે અમરેલી જિલ્લાના ખાંભા, સાવરકુંડલા અને રાજુલાના ગ્રામ્ય વિસ્તારમાં ભારે પવન સાથે વરસાદ વરસતા રસ્તાઓ પર પાણી વહેતા થયા હતા. ખાંભા પંથકમાં તો વરસાદની સાથે કરા પણ વરસ્યા હતા. કમોસમી વરસાદના કારણે લોકોને ગરમીમાં રાહત મળી હતી. તો બીજી તરફ ધરતીપુત્રોની ચિંતા વધી છે.

અન્ય સમાચારો પણ છે...