તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

હુકુમ:અકસ્માત મૃત્યુ કેસમાં પરિવારના સભ્યોને રૂ. 28.50 લાખ વળતર પેટે ચૂકવવા આદેશ

પાટણ24 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
  • નેશનલ લોક અદાલતમાં જિલ્લાના 8742 કેસનો નિકાલ કરાયો
  • ટાંક વાસણા નજીક માંડલના કરસનપુરાના પરિવારને અકસ્માત નડ્યો હતો

પાટણ જિલ્લામાં જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ અને તાલુકા કાનૂની સેવા સત્તા મંડળના તાબાની કોર્ટોમાં શનિવારે નેશનલ લોક અદાલતનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ફુલ 8742 કેસમાં સફળતાપૂર્વક પક્ષકારોની સંમતિથી નિકાલ કરવામાં આવ્યો હતો. તેમજ સેટલમેન્ટમાં રૂ. 3,96,87,214ના એવોર્ડ કરવામાં આવ્યા હતા. લોક અદાલતમાં સ્ટેટ બેન્ક, બરોડા બેંક, યુનિયન બેન્ક, ઉત્તર ગુજરાત વીજ કંપની, યુકો બેન્ક વગેરે પણ ભાગ લીધો હતો છ માસ અગાઉ સરસ્વતી તાલુકાના ટાંક વાસણા ગામ પાસે કારના ચાલકે બાઈકને ટક્કર મારતા માંડલ તાલુકાના કરસનપુરા ગામના રાજુજી ઠાકોર તેમના પત્ની અને દીકરો ઇજાગ્રસ્ત થયા હતા

જ્યારે દીકરી મૃત્યુ પામી હતી. આ ઘટનામાં રાજુજી ઠાકોર દ્વારા કોર્ટમાં વળતર મેળવવા દાવો કરતાં ડિસ્ટ્રિક્ટ જજ એવં મોટર વાહન અકસ્માત પંચ ડી.એ હિંગુ સમક્ષ વીમા કંપની અને અરજદાર વચ્ચે સમાધાન થયું હતું. જેમાં રાજુજી ઠાકોરને રૂ. 20,00,000, મૃતક દેવાંશીને રૂ. 4,25,000, પત્ની શિલ્પાબેનને રૂ. 1,20,000 અને પુત્ર જયમીરને રૂ. 2,05,000 મળી કુલ રૂ. 28 લાખ 50 હજાર વળતર ચૂકવવા સમાધાન થયું હતું. જેમાં 50% રકમ ફિક્સ ડિપોઝિટ રાષ્ટ્રીયકૃત બેન્કમાં કરવા તેમજ બાકીની 50% રકમ એકાઉન્ટ પે ચેક દ્વારા ચૂકવી આપવા માટે હુકમ કરાયો હતો.

અન્ય સમાચારો પણ છે...