તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

રજૂઆત:BCA સેમ-1માં ટેકનિકલ ખામીથી પરિણામ ઓછું કે નાપાસની રાવ

પાટણ19 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • રજૂઆત કરવા ગયેલા કેમેસ્ટ્રીના છાત્રો અને કુલપતિ વચ્ચે રકઝ
  • રિ ચેકિંગ કરી ફરી જાહેર કરવા છાત્રો દ્વારા કુલપતિને આવેદનપત્ર અપાયું

હેમચંદ્રાચાર્ય યુનિવર્સિટી દ્વારા બીએસસી સેમ 1ની પરીક્ષાનું પરિણામ જાહેર કરાતાં મોટા ભાગના વિદ્યાર્થીઓને કેમેસ્ટ્રી વિષયમાં શૂન્ય માર્કસ અથવા ખૂબ જ નીચું પરિણામ આવતા વિદ્યાર્થીઓ નાપાસ થયા છે. સોફ્ટવેરમાં ટેકનિકલ ખામીના કારણે મૂલ્યાંકનમાં ભૂલને લઈ વિદ્યાર્થીઓ નાપાસ થયા હોવાની રાવ સાથે પરિણામની ફરી ચકાસણી કરવા અથવા કેમિસ્ટ્રી વિષયમાં ચકાસણી કરી સુધારા વધારા સાથે નવીન પરિણામ જાહેર કરવાની માંગ સાથે વિદ્યાર્થી સંગઠન સાથે મળી છાત્રોએ કુલપતિને રજૂઆત કરી હતી.

કુલપતિએ જણાવ્યું હતું કે ટેકનિકલ કોઈ જ ખામી ના હોઈ વિદ્યાર્થીઓના સાચું લખાણ ના હોઈ જીરો માર્કસ આવ્યા છે. વિદ્યાર્થીઓ દ્વારા તેમના જવાબ સામે વિદ્યાર્થીઓને સાથે રાખીને પરિણામની ચકાસણી કરવાની માંગ કરતા વિદ્યાર્થીઓ અને કુલપતિ વચ્ચે લાંબી રકઝક ચાલી હતી.

અન્ય સમાચારો પણ છે...