પાટણ શહેરના અનાવાડા રોડ ઉપર આવેલી અન્નપૂર્ણા સોસાયટીમાં છેલ્લા બે દિવસથી પીવાના પાણીની પાઇપલાઇન તૂટી જતા રહીશોને પાણીના મળતા ભારે મુશ્કેલી ઊભી થવા પામી હોય લોકોમાં પાલિકા સામે રોષ જોવા મળ્યો હતો. ચૂંટણી ટાણે લોકોમાં ભારે આક્રોશ ના ઉભો થાય માટે ટેન્કર મારફતે રહીશું અને પાણી અપાયું હતું.
શહેરના અન્નપૂર્ણા સોસાયટી બહાર ભૂગર્ભ ગટરના કનેક્શન માટે ખોદકામ દરમિયાન પીવાના પાણીની પાઇપલાઇન માં ભંગાણ થતા સોસાયટીમાં છેલ્લા બે દિવસથી પીવાનું પાણી ના આવી રહ્યું હોય રહીશોને પાણી મેળવવા માટે ભારે હાલાકી ઊભી થવા પામી છે. રહીશોને સોમવારે પીવાનું પાણી બહારથી લાવવાની ફરજ પડી હતી.
મંગળવારે રહીશો દ્વારા પાલિકાના કોર્પોરેટર ને પાણીની સમસ્યા મામલે ધ્યાન દોરવામાં તાત્કાલિક ધોરણે પાઇપલાઇન રિપેરિંગ થાય તેમ ના હોય રહીશોને ટેન્કર મારફતે પાણી આપવાની વ્યવસ્થા કરવામાં આવી હતી. સત્વરે પાલિકા દ્વારા ખોદકામ અંગે તપાસ કરી તૂટેલી પાઇપલાઇનનું રિપેરિંગ કામ હાથ ધરાય તેવી રહીશોને હૈયાધારણા આપવામાં આવી છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.