તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ક્રાઇમ:અઘારમાં બે યુવાન પર 18 શખ્સોએ તલવાર છરી અને ધોકાથી હૂમલો કર્યો

પાટણ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ઇજાગ્રસ્તે પાટણ તાલુકા પોલીસ મથકે 18 શખ્સો સામે ફરિયાદ નોંધાવી

પાટણના અઘારમાં જુના બસ સ્ટેશન પર નરસિંહ દશરથજી ઠાકોર અને તેમના ગામના બીજલજી ઠાકોર ,હિરૂસંગ ઠાકોર ,ભાથીજી ઠાકોર વચ્ચે શનિવારે રાત્રે બોલાચાલી થઇ હતી તે દરમ્યાન શ્રવણજી વીરાજી ઠાકોર ખેતરે જવા નીકળ્યા હતા.

દરમ્યાન ત્રણ શખ્સો તલવાર, ધોકા છરી લઇ આવી ઉશ્કેરાઈ જઈ તું ઉપરાણું લઇને આવ્યો છે કહી અપશબ્દો બોલતાં શ્રવણજીએ કહ્યું કે ખેતરે જવા નીકળું છું તેમ કહેતા તમામ શખ્સો ઉશ્કેરાઇ જઇ બે લોકો પર હાથ ઉપર ઘા કરી તલવાર અને ધોકા વડે મારમારી ઈજાઓ પહોંચાડી હતી. આ ઝઘડામાં બીજા 18 શખ્શો દોડી આવી ઇટો મારી મારી નાખવાની ધમકી આપી હતી. આ અંગે પાટણ તાલુકા પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી.

કોના કોના સામે ફરિયાદ
બિજલજી ચપુજી ઠાકોર, હીરૂસંગ નાગજી ઠાકોર, ભાથીજી નારણજી ઠાકોર, ઈનતુજી વિજુંજી ઠાકોર, જીગરજી પ્રહેલાદજી ઠાકોર,રાયમલસંગ રૂપસંગ ઠાકોર, કનુભા ચંપુજી ઠાકોર, જગતુભા પ્રહલાદસંગ ઠાકોર, બળદેવજી રેવુજી ઠાકોર, અભેસંગ વદુજી ઠાકોર, વમેરાજજી બચુજી ઠાકોર, કાંતીજી અજુજી ઠાકોર, દિવુસંગજી ફતેસંગ ઠાકોર,ઇશ્વરજી સોમસિંહ ઠાકોર, ભરતજી બનુજી ઠાકોર, ગોવાજી પનાજી ઠાકોર રહે.તમામ અઘાર અને ચેતનજી કલ્યાણજી ઠાકોર રહે.પાટણ, ઇશ્વરજી અગરાજી જાદવ રહે.રાનેર તા.કાંકરેજ

અન્ય સમાચારો પણ છે...