તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કોરોના અપડેટ:પાટણ જિલ્લામાં એક જ દિવસમાં કોરોનાના નવા 114 કેસ નોંધાયા

પાટણ5 દિવસ પહેલા
 • કૉપી લિંક
પ્રતીકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસવીર
 • જિલ્લામાં કુલ પોઝિટિવ કેસનો આંક 4699 થયો

પાટણ શહેર અને જિલ્લામાં કોરોના એ હાહાકાર મચાવ્યો છે ત્યારે મંગળવારના રોજ કોરોનાએ સદી વટાવતા આરોગ્ય તંત્રની સાથે સાથે લોકોમાં પણ હડકંપ મચી જવા પામ્યો છે.

મંગળવારે પાટણ શહેર સહિત સમગ્ર જિલ્લામાં 114 કોરોના પોઝિટિવ કેસ સાથે જિલ્લામાં કુલ કોરોના પોઝિટિવ કેસો નો આંકડો 4 હજાર 699ઉપર પહોંચ્યો છે. શહેર સહિત સમગ્ર જિલ્લામાં મંગળવારે પ્રકાશમાં આવેલા કોરોના પોઝિટિવ કેસ ની માહિતી આપતા આરોગ્ય વિભાગના સૂત્રોએ જણાવ્યું હતું કે પાટણ શહેરમાં 59 તાલુકામાં 19, સિદ્ધપુર શહેરમાં 2 તાલુકામાં 10, રાધનપુર શહેરમાં 4 તાલુકા માં 1, ચાણસ્મા શહેરમાં 1 અને તાલુકામાં 10, હારીજ શહેરમાં 2, સાંતલપુર શહેરમાં 1 તાલુકામાં 2 અને સમી તાલુકામાં 3 કેસ કોરોના પોઝિટિવ મળી આવ્યા છે.

જિલ્લામાં કુલ 114 કેસ કોરોના પોઝિટિવ ના પ્રકાશમાં આવ્યા હોય કોરોના સંક્રમિત વિસ્તારમાં સેનેટાઈઝર દવાના છંટકાવની સાથે લોકોને કોરોના ની ગાઈડલાઈન નું ચુસ્ત પાલન કરવા તંત્ર દ્વારા અપીલ કરવામાં આવી છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે આસપાસનું વાતાવરણ સુખદ જળવાયેલું રહેશે. પ્રિયજનો સાથે બેસીને તમે તમારા અનુભવ વ્યક્ત કરશો. કોઇપણ કાર્ય કરતા પહેલાં તેની રૂપરેખાથી સારું પરિણામ પ્રાપ્ત થશે. નેગેટિવઃ- આ વાતનું પણ ધ્યાન ર...

  વધુ વાંચો