લંપી વાઈરસનો કહેર:પાટણ જિલ્લામાં 50 પશુઓમાં વાઈરસની અસર જોવા મળી, વહીવટીતંત્રએ ટીમો ઉતારી સર્વે હાથ ધર્યો

પાટણ24 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • જિલ્લામાં 2 તાલુકાના પશુઓમાં લંપી વાઈરસની અસર જોવા મળી

પાટણ જિલ્લામાં લંપી વાઈરસનો કહેર જોવા મળી રહ્યો છે. જેમાં જિલ્લાના સાંતલપુર અને સમી તાલુકા 7 ગામોમાં લંપી વાઈરસની ઝપેટમાં આવ્યા છે. વધતાં જતાં લંપી વાઈરસના કહેર વચ્ચે છેલ્લા ત્રણ દિવસમાં 50 જેવા પશુઓ પર રોગની અસર જોવા મળી છે. પાટણ જિલ્લામાં સાંતલપુર અને સમી તાલુકાના ગામોમાં પશુઓમાં લંપી વાઈરસની અસર દેખાઈ છે.

પાટણ જિલ્લામાં 50 પશુઓ લમ્પી વાઈરસની ઝપેટમાં આવ્યા
પાટણ જિલ્લામાં લંપી વાઈરસ પશુઓમાં જોવા મળતા વહીવટી તંત્ર દોડતું થયું છે. જેમાં છેલ્લા ત્રણ દિવસમાં 50જેટલા પશુઓ ઉપર રોગની અસર જોવા મળી છે. જોકે જિલ્લાના સાંતલપુરના 5 ગામ અને સમીના 2 ગામો માં પશુ ઉપર લંપી વાઈરસની અસર જોવા મળી છે. જેમાં સમીના જાખેલ 5 પશુઓ અને લાલપુર 1 . સાંતલપુરના દાત્રના 26 ,વોવા 4,ધોકાવાડા 3,સાંતલપુર 15,અબીયાના 2 મળી કુલ 50 પશુઓને લંપી વાઇરસની અસર જોવા મળી છે. સારવાર ને લઈ હજુ સુધી કોઈ મોત થયું નથી તો 50 પશુ ધન ને હાલ માં સારવાર આપવામાં આવી રહી છે.

58 અઘિકારીઓ સર્વેમાં જોડાયા
વધતા જતા લંપી વાઈરસના કહેર વચ્ચે વહીવટીતંત્રએ 58 જેટલા અધિકારીઓ ટીમો સર્વેની કામગીરી ચાલુ કરવામાં આવી છે. 18 જેટલા હરતા ફરતા પશુ વાન દ્વારા સારવાર આપવામાં આવી રહી છે.પાટણ જિલ્લામાં આવેલા લંપી વાઇરસને પ્રસરતો અટકાવવા જિલ્લા વિકાસ અધિકારીએ પશુપાલન વિભાગ સૂચના આપી છે. સારવાર કરવાની અને પશુપાલન અધિકારી સ્થળ મુલાકાત લઈ લંપી વાઈરસ અસરગ્રસ્ત તાલુકાઓમાં જઈ સરપંચે અને ગામના અગ્રણી સાથે બેઠક કરી સાવચેતી ના પગલાં રાખવા જણાવ્યું છે અને પશુઓ ને દવા સહિત સારવાર આપવાની શરૂ કરવામાં આવી છે.

પશુમાં લક્ષણ જણાય તો તંત્રનો સંપર્ક કરવા અપીલ
જિલ્લા વિકાસ અધિકારીએ જણાવ્યું હતું કે, પાટણ જિલ્લાના બે તાલુકા સમી અને સાંતલપુરના 7 ગામોમાં આ લંપી વાઇરસ જોવા મળ્યો છે. પશુપાલન શાખા દ્વારા ગામોમાં સર્વેની કામગીરી ચાલી રહી છે અને દવાનો પૂરતો સ્ટોક છે.પશુપાલન નિયામક વી.બી. પરમારએ જણાવ્યું હતું કે છેલ્લા ત્રણ દિવસથી સાંતલપુર અને સમીના ગામોમાં 50 જેટલા પશુઓને લંપી વાઇરસની અસર જોવા મળી છે. હાલમાં તમામ પશુઓને દવા પણ આપવામાં આવી રહી છે. ટીમો દ્વારા સર્વેની કામગીરી કરવામાં આવી રહી છે. હાલમાં દવાનો સ્ટોક પણ પૂરતા પ્રમાણમાં છે. પશુ માલિકોને ગભરાવાની જરૂર નથી. આવા કોઈ લક્ષણ દેખાય તો પશુપાલન અધિકારી અને પશુ સારવારના ટોલ ફ્રી નંબર ડાયલ કરી જાણ કરવી અથવા તાલુકા પશુ અધિકારીને જાણ કરવી તેવું જણાવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...