સેવા:2 મહિનામાં 567 કોરોનાગ્રસ્તને 24 કલાક દોઢ ટનથી વધુ ઓક્સિજન સાથે સારવાર આપી જીવ બચાવાયા

પાટણ4 મહિનો પહેલા
  • કૉપી લિંક

પાટણ જિલ્લામાં કોરોનાની ઘાતક બીજી લહેરમાં બેડ, એમ્બ્યુલન્સ અને ઓક્સિજનની ભારે તંગી વચ્ચે દોડતી 14 ઇમરજન્સી 108 વાન ઓક્સિજન લેવલ ઘટેલા ગંભીર દર્દીઓને હોસ્પિટલમાં દાખલ ન કરાય ત્યાં સુધી ઓક્સિજન પર રાખી સારવાર કરતાં અનેક લોકોના જીવ બચાવ્યા હતા. બે માસમાં કુલ 567 કોરોના દર્દીઓને હોસ્પિટલ પહોંચાડવામાં આવ્યા હતા.

પાટણ શહેર સહીત જિલ્લામાં બીજી લહેરમાં હોસ્પિટલો ફૂલ થતાં બહાર વેઈટિંગમાં ઉભેલ 108માં જ દર્દીઓને ઓક્સિજન પર 24-24 ક્લાસ સુધી રાખી સારવાર આપતાં અનેક દર્દીઓના જીવ બચ્યા છે. કોરોના મહામારીમાં 108 વાન સંજીવની વાન સમાન લોકોમાં ઉભરી આવી છે. ત્યારે બીજી લહેરના બે માસમાં 567 કોરોનાના દર્દીઓને હોસ્પિટલમાં પહોંચાડી સારવાર માટે દાખલ કરાવ્યા હતા. આ દરમ્યાન દસ ગણા વધારા સાથે પ્રથમવાર 108 વાનો 296 દોઢ ટન જેટલો ઓક્સિજનનો દર્દીઓ માટે વપરાયો હતો. સંક્રમિત દર્દીઓની સારવારમાં સતત 24 કલાક દોડતા કર્મચારીઓ પૈકી 10 કર્મચારીઓ કોરોનામાં પણ સપડાયા હતા. પરંતુ સદનસીબે કોઈએ જીવ ગુમાવ્યો નથી.

પત્ની અને પુત્રી બન્ને પોઝિટિવ છતાં રજા વગર ફરજ બજાવી
સિદ્ધપુરના પાયલોટ અંકિત પટેલે જણાવ્યું હતું કે મારી પત્ની અને દીકરી બન્નેને કોરોના પોઝિટિવ આવતાં તેમની ખુબ જ ચિંતા હતી. પરંતુ બીજી તરફ ગંભીર દર્દીઓને હોસ્પિટલ લઇ જવા જરૂરી હોય હું એકપણ દિવસ ઘરે રજા લઈને રહેવાના બદલે ફરજ પર રહ્યો છું. મે એટલું જ વિચાર્યું હતું કે મારી પત્ની કે પુત્રી કરતાં બીજા દર્દીઓ વધુ ગંભીર છે એમના જીવ બચાવવા જોઈએ.

ઈ.એમ.ટીના પરિવારમાં 3 દિવસમાં 3 મોત છતાં પાંચમા દિવસે ફરજ પર હાજર
રંગુસિંહ ઝાલાએ જણાવ્યું હતું કે 26 એપ્રિલે કાકા, 27મીએ માતા અને 28મીએ કાકા સસરા એમ 3 દિવસમાં મારા પરિવારમાં 3 મોત થતાં વિધિઓ પૂર્ણ કરી પાંચમા દિવસે હું ફરજ પર હાજર થઇ ગયો હતો. મારા પરિવારના સભ્યો ન બચ્યાં પરંતુ અન્ય પરિવારના સભ્યો બચાવવા એ મનમાં વિચાર સાથે દુઃખ ભૂલી ફરજ બજાવી હતી.

અન્ય સમાચારો પણ છે...