તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કોરોના:પાટણ શહેરમાં દુકાનો આગળ કુંડાળાં ચીતરવાનું અમલીકરણ કાચું, તંત્ર પણ અમલ ન કરાવી શક્યું

પાટણ8 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • પાટણ શહેરમાં ચૂંટણી બાદ પ્રથમવાર કોરોનાના 26 કેસ જિલ્લામાં 51 સંક્રમિત
 • એક્ટીવ કેસની સંખ્યા 366
 • પાટણ તાલુકામાં 32,ચાણસ્મામાં 8 કેસ, સમીમાં 4, સિદ્ધપુરમાં 4, અને હારીજ-રાધનપુર-શંખેશ્વરમાં 1-1 કેસ

જિલ્લામાં કોરોનાના સૌથી વધુ કેસો પાટણ શહેરમાં નોંધાઈ રહ્યા છે.શનિવારે શહેરમાં પાલિકા ચૂંટણી બાદ સૌથી વધુ 26 કેસોના વિસ્ફોટ સાથે જિલ્લામાં કુલ 51 કેસો નોંધાયા હતા. જેમાં શનિવારે શહેરમાં પોલીસ લાઈનમાં 2 સહિત 20 સોસાયટીઓમાં વધુ નવા 26 કેસો અને ધારપુર, વડલી,ખાનપુરડા, ધારણોજ, રણુંજ, નોરતા ગામમાં 1-1 મળી કુલ પાટણ તાલુકામાં 32 કેસનો વિસ્ફોટ થયો હતો.

ગ્રામ્ય વિસ્તારમાં સૌથી વધુ કેસ ધરાવતા ચાણસ્મા તાલુકામાં મંડલોપ ગામમાં 2 સહિત 6 ગામોમાં 8 કેસ, સમી તાલુકામાં 4, સિદ્ધપુર શહેરમાં 3 અને મેળોજમાં 1 મળી તાલુકામાં 4, અને હારીજના વેજાવાડા, રાધનપુરમાં શીતલ સોસાયટીમાં અને શંખેશ્વરના બોલેરા ગામમાં 1-1 મળી જિલ્લામાં કુલ 51 કેસ નોંધાતા કેસ આંક 4703 પર પહોંચ્યો છે.જિલ્લામાં વધુ 784 લોકોના ટેસ્ટિંગ કરાયા હતા.794ના રિપોર્ટ નેગેટિવ આવ્યા હતા. વધુ 23 દર્દીઓ સ્વસ્થ થતા કુલ 4263 દર્દીઓ સ્વસ્થ થયા છે. હાલમાં જિલ્લામાં એક્ટિવ કેસનો આંક 366 થયો છે.જેમાં 15 દર્દીઓ હોસ્પિટલમાં દાખલ છે.

પાટણ શહેરમાં કોરોના સંક્રમણ ઘટાડવા માટે લોકો સોશિયલ ડિસ્ટન્સમાં ઉભા રહેતા થાય તે માટે દુકાનો આગળ સફેદ કુંડાળા દોરવાનું આયોજન કર્યું હતું. જેમાં શુક્રવારે મોડી સાંજે ચેમ્બર પ્રમુખ દ્વારા અમલીકરણ થયા બાદ શનિવારે બહુ મોળો પ્રતિસાદ જણાયો હતો.જુના ગંજ બજારમાં ત્રણ ચાર વેપારીઓને બાદ કરતા મુખ્ય બજાર અને અન્ય વિસ્તારોમાં વેપારીઓ દ્વારા સફેદ કુંડાળા કરવાની તસ્દી લીધી નથી. પાલિકાના અધિકારીઓ અને તંત્ર પણ તેના અમલીકરણમાં આગળ આવ્યા નથી. વેપારી અગ્રણીઓ સાથેની મીટિંગનો મેસેજ બધા વેપારીઓ સુધી પહોંચ્યો નથી.

જુના ગંજ બજારમાં વેપારી ત્રિકમલાલ ઠક્કરે જણાવ્યું કે અમારી પાસે સામગ્રી હતી એટલે જાતે જ સફેદ ચોરસ બનાવી દીધા છે તે ઉપરાંત ગ્રાહકોને દૂર રાખવા માટે બેરીકેડ પણ બનાવી છે. અન્ય વેપારી મહાસુખભાઈ મોદીએ જણાવ્યું કે જુના ગંજ બજાર એસોસિએશનમાં વેપારીઓને સૂચના આપી છે એટલે કાલે લગભગ તમામ દુકાને સફેદ રાઉન્ડ બનાવાશે.

ચેમ્બર પ્રમુખ સુરેશભાઇ પટેલે જણાવ્યું કે છ સાત જગ્યાએ આવા પ્રતીકો બનાવ્યાના મને ફોન આવ્યા હતા પરંતુ સવારથી બહાર હોવાથી આ દિશામાં આગળ કોઈ કાર્યવાહી તેમના દ્વારા થઇ શકી નથી.

ઉ. ગુ.માં 165 કેસ

જિલ્લોનવા કેસ
મહેસાણા75
પાટણ51
બનાસકાંઠા24
સાબરકાંઠા15
અરવલ્લી0

​​​​​​​

50 ફેરિયાઓનું વેક્સિનેશન કરાયું
શનિવારે પાટણ શહેરમાં પોસ્ટ ઓફિસ પાસે ઉભા રહેતા 50 જેટલા ફેરિયાઓને વેક્સિનનો પ્રથમ ડોઝ આપ્યો હતો. શનિવારે કેટલાકે વેક્સિન લીધી ન હોવા છતાં વેક્સિન લીધી હોવાનું કહી તંત્રને ગેરમાર્ગે દોરવાનો પ્રયાસ કર્યો હતો. હવે વેકસીન આપ્યા બાદ ફેરિયાઓને પાલિકા દ્વારા કાર્ડ આપવામાં આવશે જેથી રસી લીધી છે કે કેમ તે તંત્રને ખબર પડી શકશે.

ડોર ટુ ડોર રસીકરણ શરૂ કરાયું
શહેરમાં નક્કી કરાયેલા 7 સ્થળો સિવાય વિવિધ રહેણાંક વિસ્તાર અને સોસાયટીઓમાં આરોગ્યતંત્ર દ્વારા રસીકરણ શરૂ કર્યું છે ત્યારે વેપારીઓ પણ વેક્સિન લઈ લે, દુકાન પર કોરોના ગાઈડપાલનનું પાલન કરે તે માટે 8 વેપારી એસોસીએશન સાથે બેઠક યોજી સુચના આપી હતી.

રાત્રિ લોકડાઉનનો અમલી કરવા સૂર
વેપારીઓમાં રાત્રે લોકડાઉનનો વિચાર વ્યક્ત કરાઈ રહ્યો છે અમૂલ પાર્લરના નીતિનભાઈ પટેલે જણાવ્યું કે ચૂંટણીમાં ભાન રાખ્યું હોત તો સંક્રમણ ફેલાયું ન હોત પરંતુ હવે 50-50 કેસો આવી રહ્યા છે ત્યારે રાત્રે બિનજરૂરી લોકોને ફરતા અટકાવવા અન્ય મેગા સિટીની જેમ રાત્રિ લોકડાઉન રાત્રે દસથી સવારે પાંચ વાગ્યા સુધી અમલી કરવું જોઈએ. કેટલાક સરકારી કર્મચારીઓ તેમનો મત જણાવી રહ્યા છે કે વેપારીઓ સાથે મિટીંગ કરવાથી પરિણામ મળે તેવી શક્યતા ઓછી છે. આના માટે લોકડાઉન સરકારે આપવું જોઈએ.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે આસપાસનું વાતાવરણ સુખદ જળવાયેલું રહેશે. પ્રિયજનો સાથે બેસીને તમે તમારા અનુભવ વ્યક્ત કરશો. કોઇપણ કાર્ય કરતા પહેલાં તેની રૂપરેખાથી સારું પરિણામ પ્રાપ્ત થશે. નેગેટિવઃ- આ વાતનું પણ ધ્યાન ર...

  વધુ વાંચો