દબાણકર્તાઓમાં ફફડાટ:રાધનપુરના ધરવડીમાં સરકારી જમીનમાં ગેરકાયદેસર રીતે બનાવેલાં પાકાં દબાણો દૂર કરાયાં

પાટણ20 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • 9 દિવસ અગાઉ આખરી નોટિસ આપ્યા બાદ પણ દબાણ દૂર ન કરાતાં કાર્યવાહી
  • મામલતદાર અને પોલીસની સંયુક્ત કામગીરીથી દબાણકર્તાઓમાં ફફડાટ

પાટણ જિલ્લા કલેક્ટરની સુચનાના આધારે રાધનપુરના ધરવડી ગામે સરકારી જમીન પરનું બિનઅધિકૃત દબાણ રાધનપુરના મહેસુલ કર્મચારીઓ દ્વારા પોલીસને સાથે રાખી દૂર કરાયું હતું. રે.સ.નં. 383 તેમજ રે.સ.નં. 385માંથી દબાણ દૂર કરવા દબાણકર્તાઓને ગત 25 એપ્રિલના રોજ આખરી નોટિસ અપાઈ હતી. જેના બાદ ગઇકાલે દબાણ દૂર કરવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી.

રાધનપુરના ધરવડી ગામે સરકારી જમીનમાં ઠાકોર તળશીભાઈ બીજલભાઈ, ઠાકોર મોહનભાઈ રામજીભાઈ અને ઠાકોર અમરસીભાઈ દાનાભાઈએ બિન અધિકૃત દબાણ આચર્યુ હતું. જે મામલે કલેક્ટરની સુચનાના આધારે ગત તા. 25 એપ્રિલ, 2022ના રોજ દબાણ અને સ્વૈચ્છાએ કબ્જો ખસેડી લેવાની નોટીસ ફટકારવામાં આવી હતી. છતાં દબાણ ન હટાવાતાં ગઇકાલે બુધવારે રાધનપુર મામલતદાર સહિત પોલીસની ટીમ સાથે મહેસુલ કર્મચારીઓએ દબાણ દૂર કરી જમીન ખુલ્લી કરવાની કામગીરી પૂરજોશમાં હાથ ધરવામાં આવી હતી.

દબાણ અંગે કલેક્ટરને લેખિત જાણ કરાઈ હતીઆ અંગે ઈન્ચાર્જ મામલતદાર જનકબેન રાવલે જણાવ્યું હતું કે, ધરવડી ગામે રે.સ.નં. 383 અને રે.સ.નં. 385 બંન્ને સર્વે નંબર પર દબાણકર્તાઓએ બિન અધિકૃત રીતે દબાણ કર્યુ હોવાથી તેમને આખરી નોટિસ અપાઈ હતી. તેમ છતાં કબ્જો છોડ્યો ન હોવાથી કર્મચારીઓની ટીમે ખેતર વચ્ચે બનાવેલા રહેણાંક મકાનને તોડી પાડી સરકારી દબાણ ખુલ્લુ કરવાની કામગીરી પોલીસને સાથે રાખી હાથ ધરી હતી.

અન્ય સમાચારો પણ છે...