આ બે નંબરનો માલ છે ચોખ્ખી વાત:પાટણમાં ચાઇનીઝ દોરીનું ગેરકાદેસર વેચાણ, દોરી ખરીદનાર બાળકનો વીડિયો વાઇરલ

પાટણ22 દિવસ પહેલા
  • શહેરમાં ચાઈનીઝ દોરીનું વેચાણ થઈ રહ્યું છે, જે વાયરલ થયેલો એક વીડિયો પુરવાર કરે છે

ઉત્તરાયણમાં ચાઇનીઝ દોરીના વેચાણ-ઉપયોગ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે, તેમ છતાં પણ શહેરમાં ચાઈનીઝ દોરીનું વેચાણ થઈ રહ્યું છે. જે વાયરલ થયેલો એક વીડિયો પુરવાર કરે છે. પાટણનો એક વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે જેમાં એક બાળક ચાઇનીઝ દોરી અંગે વાત કરે છે. જે વીડિયોમાં જણાવે છે કે, 'મે આ દોરી મારા મિત્ર પાસેથી મંગાવી છે, જે પાંચ હજાર વાર છે. આ બે નંબરનો માલ છે ચોખ્ખી વાત.'

પ્રાણઘાતક ચાઇના દોરીનોનું પાટણ શહેરમાં ચોરી છૂપીથી ખૂબ જ મોટા પ્રમાણમાં વેચાણ ચાલી રહ્યું છે. ઉત્તરાયણ પહેલાં આવા ચાઈનીઝ દોરીના વેચાણ કરતા લોકોને ઝડપી પાડવા ખૂબ જ જરૂરી છે, કારણ કે એને કારણે ઘણા પક્ષીઓ અને લોકોએ પોતાનો જીવ પણ ગુમાવ્યો છે અને ગુમાવી રહ્યા છે.

પાટણ શહેરમાં જીવદયા પ્રેમી ગોપાલભાઈએ એક બાળકને ચાઈનીઝ દોરી બાબતે પૂછતાં તેણે જણાવ્યું હતું કે, 'મેં મારા મિત્ર પાસેથી આ દોરી મંગાવી છે, જે પાંચ હજાર વાર છે, આ બે નંબરનો માલ છે ચોખ્ખી વાત. મારો મિત્ર બાબુના બંગલા પાસેની ગલીમાં રહે છે, મેં એને વાત કરી હતી કે મારે ચાઇનાની દોરી લેવી છે તો તેણે મને 250 રૂપિયામાં પાંચ હજાર વાર દોરી લાવી આપી છે'.

અન્ય સમાચારો પણ છે...