સમસ્યાનું નિવારણ:સાંતલપુરના કોલીવાડા પ્રાથમિક શાળાની પાણીની પાઈપલાઈનનું ગેરકાયદેસર કનેક્શન દૂર કરાયું

પાટણએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ગુજરાત પાણી પુરવઠા અને ગટર વ્યવસ્થા બોર્ડના નાયબ કાર્યપાલક ઈજનેરે શાળાની લીધી હતી

સાંતલપુર તાલુકાના કોલીવાડા ખાતે આવેલી પ્રાથમિક શાળામાં પીવાના પાણીની સમસ્યા દૂર કરવામાં આવી છે. ગુજરાત પાણી પુરવઠા અને ગટર વ્યવસ્થા બોર્ડ દ્વારા કોલીવાડા શાળા ખાતે જતી પાણીની પાઈપલાઈનના ગેરકાયદેસર કનેક્શન દૂર કરવામાં આવતાં પાણી પુરવઠો પૂર્વવત બન્યો છે.

છેવાડાના તાલુકા સાંતલપુરના કોલીવાડા ગામનો સમાવેશ બીકે-3 પી-2 જુથ યોજના હેઠળ થાય છે. જેને મોટી પીપળી હેડવર્ક્સથી ગામના સંપમાં 70 લીટર પ્રતિ વ્યક્તિ પ્રતિ દિવસ મુજબ પાણી પુરવઠો પૂરો પાડવામાં આવે છે.

કોલીવાડા પ્રાથમિક શાળામાં પીવાના પાણી પ્રશ્ને ગુજરાત પાણી પુરવઠા અને ગટર વ્યવસ્થા બોર્ડની પેટા કચેરીના નાયબ કાર્યપાલક ઈજનેરશ્રી દ્વારા શાળાની રૂબરૂ મુલાકાત કરવામાં આવી હતી.

આ મુલાકાત દરમ્યાન પ્રાથમિક શાળામાં પાણી પુરવઠો પહોંચાડતી પાઈપલાઈનના ગેરકાયદેસર કનેક્શન દૂર કરવામાં આવ્યા છે. જેના કારણે પાણી પુરવઠો પૂર્વવત થતાં પ્રાથમિક શાળાના બાળકોને પીવાનું પાણી ઉપલબ્ધ બન્યું છે તેમ જાહેર આરોગ્ય બાંધકામ વિભાગ રાધનપુરના કાર્યપાલક ઈજનેરે જણાવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...