તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Patan
  • If You Want To Win The Patan Assembly, You Have To Accept The Party That Gives You The Ticket: Former BJP State General Secretary

બેઠક:પાટણ વિધાનસભા જીતવી હોય તો પક્ષ જેને ટિકિટ આપે સ્વીકારવો પડશે : પૂર્વ ભાજપ પ્રદેશ મહામંત્રી

પાટણ21 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ધારપુરમાંપાટણ તાલુકા ભાજપની કારોબારી બેઠક યોજાઇ

પાટણ તાલુકા ભાજપની કારોબારી બેઠક યોજાઇ હતી જેમાં પૂર્વ પ્રદેશ મહામંત્રી કે.સી પટેલ દ્વારા ગત ચૂંટણીમાં હાથમાંથી ગુમાવેલ વિધાનસભાની બેઠક ફરી બહુમતી સાથે જીતવા માટે પક્ષ દ્વારા જે પણ ઉમેદવારને ટિકીટ આપે તેને સ્વીકારીને કોઈપણ મતભેદ વગર જીતાડવા માટે કાર્યકરો દ્વારા પોતાના વિસ્તારોમાં સક્રીય રીતે કામગીરી કરવા માટે આહવાન કર્યુ હતું.

પાટણ તાલુકાના ધારપુર ખાતે શનિવારે આગામી 2022 ની વિધાનસભાની ચૂંટણીને અનુલક્ષીને પાટણ તાલુકા ભાજપની કારોબારી બેઠક યોજાઈ હતી. બેઠકમાં જિલ્લા ભાજપ પ્રમુખ દશરથજી ઠાકોર ,પૂર્વ પ્રદેશ મહામંત્રી કે.સી.પટેલ , જિલ્લા પ્રભારી ગોવિંદભાઈ પટેલ ,પૂર્વ ધારાસભ્ય રણછોડભાઇ રબારી સહિત જિલ્લા અને તાલુકાના હોદેદારો ઉપસ્થિત રહ્યા હતા.

આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહેલા પૂર્વ પ્રદેશ મહામંત્રી કે.સી પટેલે આગામી 2022 વિધાનસભાની ચૂંટણીમાં તમામ કાર્યકરો અને હોદ્દેદારોએ વિજય વિશ્વાસ સાથે જિલ્લાની ચારેય વિધાનસભામાં ભારતીય જનતા પાર્ટીનો ભગવો લહેરાય તે દિશામાં આગળ વધવા અને પક્ષ જે પણ વ્યક્તિને ટિકિટ આપે તે વ્યક્તિને સ્વીકારી કોઈપણ મતભેદ વગર ઉમેદવાર સાથે રહી પાટણ જિલ્લાની ચારેય વિધાનસભા જીતવા માટે અત્યારથી કાર્યકરોને કામે લાગી જવા આહવાન કર્યું હતું.

અન્ય સમાચારો પણ છે...