કોરોના અપડેટ:પાટણમાં રહેતા હોવ તો ચેતી જજો, આજે એક જ દિવસમાં કોરોનાના નોંધાયા 44 કેસ

પાટણ13 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • કેસમાં ઉછાળો આવતા આરોગ્ય વિભાગ એલર્ટ બન્યું

પાટણ જિલ્લામાં મંગવારે ઉછાળા સાથે સૌથી વધુ 44 કેસ નોંધાયા હતાં.જેમાં સાત બાળકો સંક્રમિત થયાં હતાં.જેમાં સિદ્ધપુર અને પાટણ તાલુકામાં 27 કેસ નોંધાયા હતા. સામે 16 દર્દીઓ સ્વસ્થ થયાં હતાં.

કયા ગામમાં કેટલા કેસ?
જિલ્લામાં નોંધાયેલ નવા 44 કેસમાં સિધ્ધપુર શહેરમાં એક , તેમજ ડીડરોલ ગામમાં ચાર , બીલીયા અને સેહસા ગામમાં બે , લાલપુર , કાકોશી , ઘુમડ , નિદ્રોડા , નેદ્રા ગામમાં એક એક મળી કુલ તાલુકામાં 14 કેસ , પાટણ શહેરમાં ત્રણ , તાલુકામાં ધારપુરમાં 5 , સબોસન બાલીસણા અને મણુંદ ,હાંસાપુર હાજીપુર ગામમાં એક એક મળી તાલુકામાં 13 , ચાણસ્મા શહેરમાં અષ્ટ વિનાયક સોસાયટીમાં પાંચ સહીત 7 , જસલપુર , કાસેડા અને ખોરસમ ગામમાં એક એક મળી તાલુકામાં 10 , હારીજ અને સરસ્વતી તાલુકામાં ત્રણ ત્રણ કેસ નોંધાયા હતા. જિલ્લામાં 1978 લોકોના સેમ્પલ લેવામાં આવ્યાં હતાં. જેમાં 44 ના રિપોર્ટ પોઝિટિવ આવ્યાં હતા.ચોવીસ કલાકમાં 16 દર્દીઓ સ્વસ્થ થતા હાલમાં 183 કેસ એક્ટિવ છે.

એક્ટિવ કેસની સંખ્યા 183 પર પહોંચી
પાટણ જિલ્લામાં છેલ્લા કેટલાક સમયથી કોરોનાના કેસમાં ધીમી ગતિએ વધારો થઈ રહ્યો હતો. જો કે, આજે એક જ દિવસમાં 44 કેસ નોંધાતા જિલ્લામાં એક્ટિવ કેસનો આંક 183 પર પહોંચી ચૂક્યો છે.

અન્ય સમાચારો પણ છે...