તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Patan
  • If There Are Vacancies In Hemchandracharya University Due To Low Result In PhD Entrance Examination, Re admission Process Will Be Done.

પ્રવેશ પ્રક્રિયા:હેમચંદ્રાચાર્ય યુનિવર્સિટીમાં પી.એચ.ડીની પ્રવેશ પરીક્ષામાં નીચા પરિણામને લઇ બેઠકો ખાલી રહેશે તો ફરી પ્રવેશ પ્રક્રિયા કરાશે

પાટણ23 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • 600 જેટલી બેઠકો પર પ્રવેશ માટે 2000 થી વધુ ઉમેદવારો પરીક્ષા આપી જેમાં 90% ટકા સંખ્યા નપાસ

હેમચંદ્રાચાર્ય યુનિવર્સીટીમાં પીએચડીના અભ્યાસક્રમમાં પ્રવેશ માટે યોજાયેલી પરીક્ષામાં 90% સંખ્યા નપાસ થતા ખૂબ જ નીચા પરિણામને લઇને બેઠકો ખાલી રહેવાની સંભાવના ઊભી થવા પામી છે. પ્રવેશ પ્રક્રિયાના અંતે જે બેઠકો ખાલી રહેશે તે ભરવા ફરી પ્રવેશ માટેની જાહેરાત આપી પ્રક્રિયા હાથ ધરવામાં આવશે.

યુનિવર્સિટીમાં 25 વિષયોમાં 600થી વધુ બેઠકો પર વિદ્યાર્થીઓને પ્રવેશ આપવા માટે 17, 18 અને 20 ઓગસ્ટના રોજ પ્રવેશ લેવા માગતા 2000થી વધુ ઉમેદવારોની ઓનલાઇન પરીક્ષા લેવામાં આવી હતી.

આ પરીક્ષામાં વિષયને અનુલક્ષીને ખૂબ જ અઘરા પ્રશ્નો પુછવામાં આવતા ફક્ત 10 ટકા જેટલા ઉમેદવારો આ પરીક્ષામાં પાસ થવા પામ્યા છે. 90 ટકા જેટલા વિદ્યાર્થીઓ પાસ થાય એટલા પણ ગુણ લાવી ન શકતા નપાસ થવા પામ્યા છે.

નીચું પરિણામ આવતા બેઠકો સામે પૂરતા ઉમેદવારો પાસ ન થયા હોય બેઠકો ખાલી રહેવાની સંભાવના ઊભી થવા પામી છે. જે બાબતે કુલપતિ ડૉ.જે.જે વોરાને પૂછતા તેમણે જણાવ્યું હતું કે, જેટલા વિદ્યાર્થીઓ પાસ થયા છે તે તમામ વિદ્યાર્થીઓના વાયવા યોજાયા બાદ પ્રવેશપાત્રતા ધરાવતા ઉમેદવારોને પ્રવેશ આપવામાં આવશે. પ્રવેશ પ્રક્રિયા પૂર્ણ થતાં જેટલી બેઠકો બાકી રહે તે બેઠકો ભરવા માટે ફરી જાહેરાત આપીને નવેસરથી પ્રવેશ પ્રક્રિયા કરવામાં આવશે.

અન્ય સમાચારો પણ છે...